ટ્રેકિંગ અને પ્રાઇવસીના બે છેડા

આપણે કેવા વિરોધાભાસો વચ્ચે જીવી રહ્યા છીએ એનાં બે સ્પષ્ટ ઉદાહરણ આ અંકમાં તમને જોવા મળશે!

એક તરફ ગૂગલ ફિટ જેવી સર્વિસ છે, જેની મદદથી આપણે આપણી રોજબરોજની શારીરિક ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓની આપોઆપ (અથવા જાતે, પણ સરળતાથી) નોંધ રાખીને સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આ એપ આપણે રોજેરોજ કેટલું ચાલ્યા એની પાક્કી ગણતરી રાખે છે – બીજા શબ્દોમાં એ આપણું પગેરું પૂરેપૂરું દબાવે છે! આ એપ નક્શા પર પણ બતાવી શકે છે કે આપણે ક્યાં, કેટલું ચાલ્યા. આ માહિતી માત્ર આપણે અને ગૂગલનાં કમ્પ્યુટર્સ જોઈ શકે છે, પરંતુ ગૂગલ જાણે એટલે જાહેરાત આપનારી આખી દુનિયા જાણે!

બીજી તરફ ‘ડકડકગો’ નામની સર્વિસ છે, જે ઇન્ટરનેટ પર દરેક ક્લિક અને ટેબમાં આપણી માહિતી ચોરવા મથતી કંપનીઝ સામે ઢાલ બનીને આપણી પ્રાઇવસી જાળવવાનું સહેલું બનાવે છે!

માત્ર ગૂગલ નહીં, ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસ એવી છે જેના પર આપણે સમજી-વિચારીને આપણી પ્રાઇવસીનો ભોગ આપીને, આપણને જોઈતી માહિતી કે સર્વિસનો લાભ મેળવીએ છીએ.

આમ આપણે આ બે છેડા વચ્ચે, આપણી જરૂરિયાત અનુસાર સંતુલન જાળવીને, જે તે સર્વિસનો લાભ લેતાં શીખવાનું છે!

અને હા, આ અંકે ‘સાયબરસફર’ ૯૦ અંકના સીમાચિહ્ને પહોંચે છે – આપ સૌનો દિલથી ઋણસ્વીકાર!

– હિમાંશુ

August 2019
August 2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

સાયબર સેફ્ટી

નોલેજ પાવર

ક્રિએટિવિટી

મોબાઇલ વર્લ્ડ

કરિયર ગાઇડ

સ્માર્ટ વર્કિંગ

યૂઝફુલ વેબ સર્વિસ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here