અમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ!

‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે અમદાવાદના જિમિત જયસ્વાલ નામના એક યુવાનના અભ્યાસ સંઘર્ષની વાત કરી હતી. પરિવારની બહુ સાધારણ આર્થિક સ્થિતિ અને રોજિંદા અભ્યાસમાં  ખુદ પોતાની નબળી સ્થિતિ જેવા પડકારો વચ્ચે, જિમિતે કાંકરિયાની પાળે કે રસ્તાની ફૂટપાથ પર બેસી, રિલાયન્સ જિયોના ફ્રી વાઇ-ફાઇની મદદથી યુડેસિટી (in.udacity.com/) અને અન્ય સાઇટ પર એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ અને મશીન લર્નિંગ જેવા વિષયનો અભ્યાસ કર્યો. જિમિતને એના પરિવારે પણ, પ્રારંભિક ખચકાટ પછી પૂરો સાથ આપ્યો.

હવે જિમિતે યુડેસિટી પર ડીપ લર્નિંગની નેનો ડિગ્રી અને મશીન લર્નિંગની એડવાન્સ્ડ નેનો ડિગ્રી મેળવી લીધી છે.

જિમિતનો આ સંઘર્ષ છેક ગૂગલ સુધી પહોંચ્યો અને ઓસ્ટ્રેલિયાથી એક ટીમ આવી. તેણે જિમિત પર એક નાની વીડિયો ડોક્યુમેન્ટરી તૈયાર કરી, જે યુટ્યૂબ પર લાખો લોકોએ જોઈ (ઉપર એ જ વીડિયો આપેલ છે).

અને હવે, જિમિતને ગૂગલનું આમંત્રણ આવ્યું છે!

ગૂગલ દર વર્ષે આઇઓ નામે ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે. જિમિતને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. જિમિતને અમદાવાદથી સાન ફ્રાન્સિસ્કો જવા આવવાની પ્લેન ટિકિટ પણ ગૂગલ આપશે અને અમેરિકામાં જિમિત ગૂગલનો મહેમાન હશે.

શીખવાની ધગશ હોય તો વ્યક્તિ ક્યાં પહોંચી શકે છે એનું જિમિત જીવતું જાગતું ઉદાહરણ છે. એ જ રીતે, આજના સમયમાં શીખવું જ હોય તો બિલકુલ મફત ઓનલાઇન કોર્સીઝની મદદથી કેટલું આગળ વધી શકાય છે એ પણ આ ઉદાહરણથી સમજી શકાય છે.


જિમિતની સભ્યાસસફર તથા ઓનલાઇન કોર્સીસ વિશે જાણો આ લેખમાંઃ 
આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

March 2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
અમેઝિંગ વેબ
મોબાઇલ વર્લ્ડ
વેબ વર્લ્ડ
એફએક્યુ
સ્કૂલ ગાઇડ
નોલેજ પાવર
સ્ટે-બાય-સ્ટેપ
એપ્સ ગેલેરી
સ્માર્ટ ગાઇડ
રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here