પ્રતિભાવ

ડિસેમ્બર ૨૦૧૯નો અંક સાંજે ૫ ને ૩૦ વાગ્યે મારા હાથમાં આવ્યો ને તરત આસન લગાવી બેસી ગયો કે ૮ ને ૩૦ વાગ્યે આખો અંક વાંચી ને જ ઊભો થયો, જમવાની બુમો પડી પણ પહેલાં આ ભૂખ પૂરી કરી ત્યાર બાદ પેટની ભૂખ તો રોજ પૂરી થાય જ છે…!

બ્રાઉઝરની મંજૂરીઓની વાત ખૂબ જ ઉત્તમ કહી. એના સિવાય પણ ટેક્નિકલ અને શૈક્ષણિક એપ વિશે ઊંડાણપૂર્વકની માહિતી મજા પડી જાય છે.

આવનાર અંકોમાં એક્સલ, વર્ડ વિશે વધુ જાણકારી આપશો.

– મિતેષ પટેલ, લોદરા


સ્માર્ટફોનના કેમેરાના ટેકનિકલ શબ્દો વિશે ઉપયોગી માહિતી મળી.

– આશિષ પટેલ, જતીન ભરવાડા


ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા નવા અને લેટેસ્ટ ટેક્નોલોજિકલ ટોપિક પર અદભુત લેખ! આવા લેખ વાંચીને ખરેખર ઘણો આનંદ!

– અજય મકવાણા, સુરત


એક્સેલમાં ટેબલના ઉપયોગ વિશે બહુ ઉપયોગી માહિતી અને ઊંડાણભરી સમજ મળી.

ફોનની એપ્સ તપાસવા વિશે પણ સારી જાણકારી. ઘણી વાર આપણે એવી એપ ઇન્સ્ટોલ કરી લઈએ છીએ જેને દૂર કરવા માટે ફોનને ફોર્મેટ કર્યા વિના છૂટકો રહેતો નથી.

– હર્ષ શાહ, અમદાવાદ


હું ઘણાં વર્ષોથી ‘સાયબરસફર’ વાંચું છું. મોટા ભાગના લેખો જે રીતે, આપણી પોતાની ભાષામાં અને સમજવું બહુ સરળ બને એ રીતે લખાયેલા હોવાથી વાંચવાનું બહુ ગમે છે. ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ વિશેનો લેખ પણ ખૂબ માહિતીપ્રદ.

– નવીન દોઢિયા, નાઇરોબી, કેન્યા


‘સાયબરસફર’ માટે એક સૂચન – આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવો. વેબસાઇટને બદલે એપમાં વાંચવું વધુ સરળ રહેશે.

– ભાવિક તળપદા, મોવૈયા, પડધરી

(આપના સૂચન માટે આભાર, એપનું કામ ચાલુ જ છે, હવે ટૂંક સમયમાં તેનું ફાઇનલ ટેસ્ટિંગ શરૂ થશે! – હિમાંશુ)


‘માઇક્રોસોફ્ટ વર્ડમાં કેલ્ક્યુલેટર ઉમેરો’ જેવા લેખમાં થોડી ગ્રાફિકલ ઇમેજ ઉમેરો તો યાદ રાખવામાં થોડી વધુ સરળતા રહેશે.

– પ્રશાંત કોષ્ટી, અમદાવાદ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here