પ્રતિભાવ

‘સાયબરસફર’ મેગેઝિનથી ઇમ્પ્રેસ થઈ જવાય એવું છે. લેખોનું બહુ સારું કલેક્શન થાય છે. લવાજમનું રોકાણ કર્યાનો આનંદ અને એનું પૂરેપૂરું મૂલ્ય મળે છે!
– હર્ષિલ ઠક્કર, વડોદરા

‘સાયબરસફર’ના જૂન ૧, ૨૦૧૯ અંકમાં, ‘‘તમે કેટલું વાંચો છો?’’ લેખ સાથે હું પૂરેપૂરો સંમત છું. આજની પેઢીએ સારાં પુસ્તકો, મહાનુભાવોની આત્મકથાઓ, લેખો, રિસર્ચ પેપર્સ, ન્યૂઝ અને એડિટોરિયલ્સ વગેરે વાંચવાની જરૂર છે. વાંચનથી જ્ઞાન તો વધે જ છે, સાથોસાથ વિચારશક્તિ અને વિશ્લેષણશક્તિ પણ વધે છે, જે આજના વ્યવહારુ જીવનમાં મદદરૂપ થાય છે.

જોકે આજની પેઢીને વાંચન તરફ વાળવી બહુ મુશ્કેલ છે – ભલે એ મોબાઇલ પર વાંચે, પણ વાંચવું જરૂરી છે. મારા કામને કારણે મારે ઘણા યુવાનો સાથે કામ કરવાનું થાય છે અને તેમાંના કેટલાક યુટ્યૂબનો સારા લર્નિંગ મીડિયા તરીકે ઉપયોગ કરે છે પણ ઘણા ખરા લોકો સોશિયલ મીડિયા અને ગેમ્સમાં સમય વેડફે છે.
– અજય મકવાણા, સુરત

‘સાયબરસફર’ નિયમિત વાંચું છું. લેખો ખૂબ જ જ્ઞાનવર્ધક હોય છે. આ લેખો વાંચ્યા પછી મોબાઇલ કે કમ્પ્યુટર ઓપરેટ કરવાની મજા જ અલગ હોય છે.
– પિયુષ ગાલા

‘સ્માર્ટ ગાઇડ’ વિભાગમાં ટૂંકામાં સારી માહિતી આવરી લેવાય છે. જોવાલાયક સાઇટ્સ પણ ઉમેરશો.
– મહેશ સોજિત્રા, ધોરાજી

આપની સાથે નેટ પર પરિચય તો બ્લૉગિંગ એક્ટિવિટી થકી વર્ષો અગાઉ થયો હતો, આજે ‘સાયબરસફર’ને સબસ્ક્રાઇબ કરી મેં એક મોટી ઈચ્છા પૂરી કરી છે.

લોગ-ઇન થઈ આજે મેગેઝિન વેબસાઇટની મુલાકાત લીધી. વિષયો – વિભાગો- લેખો વગેરે પર નજર નાખી. રસપ્રદ માહિતી નજરે પડી છે.
– હરીશ દવે, અમદાવાદ બ્લોગ્સ : “મધુસંચય” તથા અન્ય

જુલાઈ ૨૦૧૯ના અંકમાં, સ્માર્ટ-ગાઇડમાં ગૂગલ અર્થમાં અક્ષાંશ-રેખાંશ જોવા વિશેની માહિતી બહુ ઉપયોગી!
‘સાયબરસફર’માં બહુ સારી માહિતી મળે છે અને દર અંકની આતુરતાથી રાહ જોઈએ છીએ.
– હર્ષ શાહ, અમદાવાદ

August 2019
August 2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

સાયબર સેફ્ટી

નોલેજ પાવર

ક્રિએટિવિટી

મોબાઇલ વર્લ્ડ

કરિયર ગાઇડ

સ્માર્ટ વર્કિંગ

યૂઝફુલ વેબ સર્વિસ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here