પ્રતિભાવ

સરસ કન્ટેન્ટ અને સરસ પ્રેઝન્ટેશન. એક્સેલની તમામ ફોર્મ્યુલાઓ વિશે એક સ્પેશિયલ એડિશન કરો.
– વિવેક નાણાવટી, અમદાવાદ

‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં ડેવલપર બનવા વિશે બહુ સરસ સમજ આપી છે.
– ધર્મરાજકુમાર હરેશભાઈ પટેલ, આણંદ

‘સાયબરસફર’ દ્વારા સમય, માગ અને જરૂરિયાત મુજબનું ટેકનોલોજી વિષયક જ્ઞાન અવિરત રીતે પીરસવામાં આવી રહ્યું છે. જ્ઞાનનો આ ધોધ આ જ પ્રમાણે અવિરત વહેતો રહે અને સૌને ભીંજવતો રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
– તેજસ ઠક્કર, અમદાવાદ

આપના મેગેઝિન અને તેની પાછળની સખત મહેનતની હું ખરેખર પ્રશંસા કરું છું, કીપ ઇટ અપ!
– ભરત પરમાર, ભાવનગર

એક કોલમ ઉમેરો, જે શરૂઆતથી એક પ્રોગ્રામિંગ ભાષા શીખવે છે. બજારમાં આ માટે ઘણી બુકો ઉપલબ્ધ છે, પરંતુ તમારી ભાષા એકદમ સરળ છે તથા જે રીતે તમે કોમ્યુનિકેટ કરો છો તે શૈલી ખૂબ સરસ છે.
– વ્રતરાજ જોશી

‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૮ અંકમાં લાઇવ બ્રોડકાસ્ટિંગ વિશેની માહિતી ખૂબ જ સરસ લાગી. યુટ્યૂબ, ફેસબુક વગેરે પર લાઇવ કેવી રીતે થવાય છે એટલે કે રેકોર્ડિંગ કેમેરામાં થતું હોય અને લાઇવ પણ સાથોસાથ જ થતું હોય એ કેવી રીતે શક્ય બને છે એ પણ સમજાવશો
– હર્ષિલ વડોદરિયા, બોટાદ

‘સાયબરસફર’માં ખરેખર આખા પરિવાર માટે કંઈ ને કંઈ ઉપયોગી માહિતી મળી રહે છે. વિષયોનું સરસ સંતુલન થાય છે.
– રમેશ બોઘાણી, વિસાવદર

આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ બહુ વધી રહ્યો છે તેમ છતાં કમ્પ્યુટરનો ઉપયોગ જરૂરી છે એટલે એક્સેલ, વર્ડ વગેરે વિશે પણ વધુ ને વધુ માહિતી આપતા રહેશો. આ પ્રોગ્રામ્સમાં એટલી ખૂબીઓ છે કે દરેક વિશે આખા આખા અંક કરશો તો પણ માહિતી ખૂટશે નહિ.
– રૂપેશ પાનસુરીયા, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here