પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક 🔓

તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને – જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે – ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી પહોંચતી યમુના નદી આ બધું જોયું છે?

અચ્છા, તાજની વાત છોડો અને પહોંચો માઉન્ટ એવરેસ્ટ પર. વિશ્વના આ સૌથી ઊંચા પર્વતની ટોચ પર ઊભા રહીને, ચારે તરફ અસીમ વિસ્તરતા હિમાલયનાં અન્ય હીમશિખરો જોવાં છે? કલ્પનાથી જ રૂવાડાં ઊભાં થાય છે કે નહીં? અથવા તો, હોલીવૂડની મસ્ત એનિમેશન ફિલ્મ રિયો કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-ફાઇવમાં જેની ઝલક જોવા મળે છે એ વિશ્વની નવી સાત અજાયબીમાંની એક, ઈશુ ખ્રિસ્તની વિશાળ પ્રતિમા પાસે ઊભા રહીને રિયો ડી જાનેરો શહેરનાં મંત્રમુગ્ધ કરી દેતાં દર્શન કરવાં છે?

સવાલોનો મારો બહુ થઈ ગયો, હવે જઈએ જવાબ તરફ.

ઇન્ટરનેટ પર દુનિયાભરનાં અનેક સ્થળોની અત્યંત રોમાંચક પેનોરમા ઇમેજીસ જોઈ શકાય છે. એટલે કે તમે સ્ક્રીન પર તાજમહાલની કોઈ એક એંગલથી લેવાયેલી તસવીર જોતા હો, પછી માઉસથી હળવો ઇશારો આપો એટલે એ તસવીરમાં જાણે જીવ આવે અને તમે બિલકુલ ૩૬૦ ડિગ્રીના એંગલથી તાજમહાલને જોઈ શકો!

ઇન્ટરનેટ પર પેનોરમાની મજા માણવી હોય તો બે સાઇટ ખાસ જોવા જેવી છે http://panoramas.dk/ અને http://www.360cities.net/

(પેનોરમિક ફોટોગ્રાફી અને તેને સંબંધિત સાઇટ્સ વિશે વધુ જાણો ‘સાયબરસફર’ના અગાઉ પ્રકાશિત વિવિધ અંકોમાં)

April-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબરસેફ્ટી
મોબાઇલ વર્લ્ડ
એફએક્યુ
નોલેજ પાવર
સ્ટેપ-બાય-સ્ટેપ
ઇંગ્લિશ-વિંગ્લિશ
સ્માર્ટ ગાઇડ
રિવાઇન્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here