સંભાળીએ ઓળખાણોની ખાણ

ટેક્નોલોજી સતત વિસ્તરતી જાય છે અને આપણા હાથમાં સાધનો સતત વધી રહ્યાં છે.

ગયા મહિને આવેલી સ્માર્ટવોચ એનું તાજું ઉદાહરણ છે. સંપર્ક સાધનો વધ્યાં ને સોશિયલ નેટવર્ક્સ અત્યંત ફૂલ્યાં ફાલ્યાં હોવા છતાં, માણસ-માણસ વચ્ચેના વાસ્તવિક સંબંધની ઉષ્મા હવે ઓસરતી જાય છે એવી એક વ્યાપક ફરિયાદ છે.

એ આખી અલગ સ્તરની વાત થઈ ગઈ, પણ એ પણ હકીકત છે કે સંબંધો જાળવવા માટે જેે સારી રીતે જાળવવા પડે એ સંપર્કો પણ આજે તો એકદમ વિખરાવા લાગ્યા છે!

આ અંકમાં જુદી જુદી જગ્યાએ રહેલા આપણા સંપર્ક એક જગ્યાએ એકઠા કરી, ત્યાં તેની યોગ્ય ગોઠવણી કરીને પછી જુદાં જુદાં સાધનોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વાત આલેખી છે.

આપણી ડિજિટલ લાઇફ ઘણે અંશે ગૂગલ આધારિત બની હોવાથી કોન્ટેક્ટ્સ મેેનેજમેન્ટ માટે પણ આપણે તેની સુવિધાનો ઉપયોગ કર્યો છે, પણ તે તદ્દન પરફેક્ટ નથી. તેમ, અહીં સૂચવેલા ઉપાયો ઉપરાંત પણ કોન્ટેક્ટ્સ મેેનેજમેન્ટના બીજા ઘણા રસ્તા હોઈ શકે છે. આપને કંઈક ખૂટતું લાગે તો જરૂર વિગતો મોકલશો, અથવા પૂછશો!

આ વખતના અંકથી, વારંવાર વાંચવા કે સાંભળવામં આવતા, પણ સામાન્ય રીતે ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની ખપ પૂરતી ટૂંકી જાણકારી આપતો વિભાગ પણ શરૂ કર્યો છે. શરૂઆત મોબાઇલ સંબંધિત શબ્દોથી જ કરી છે. આ બીજી કઈ બાબતોના ટેકનિકલ શબ્દો વિશે જાણવા માગો છો, એ જણાવશો તો ગમશે!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here