અસલી-નકલીનું મંથન 🔓

આ અને આવતા મહિનામાં, આપણા મન પર ભારતની ચૂંટણીનું મહાભારત છવાયેલું રહેવાનું છે.

નિષ્ણાતો કહે છે કે ચૂંટણી એ લોકશાહી જાળવવાનો સૌથી સારો રસ્તો નથી, પણ અત્યારે તેનાથી વધુ સારો રસ્તો પણ કોઈ નથી! આ ખામી ઓછી હોય તેમ, રાજકીય નેતાઓ અને પક્ષો ચૂંટણી પ્રથાને વધુ ને વધુ દૂષિત કરી રહ્યા છે. એમની આ રાજરમત હવે સોશિયલ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ સ્વરૂપે આપણને દિવસ-રાત પરેશાન કરી શકે છે.

ફેક ન્યૂઝ પારખવા અને તેનો ફેલાવો અટકાવવો એ આમ તો તદ્દન કોમનસેન્સનો મુદ્દો છે, છતાં ટેક્નોલોજીનાં નવાં ટૂલ્સ પણ તેમાં વિવિધ રીતે આપણને મદદ કરી શકે છે.

‘સાયબરસફર’ના વાચકો આ ટૂલ્સ વિશે જાણીને પોતાના મિત્રવર્તુળમાં તેના વિશે જાગૃતિ ઊભી કરશે તો મોટી દેશસેવા થશે!

આ અંકમાં, આપણા ફોનમાંની બેન્કિંગ એપ્સને સલામત રાખવા વિશે કેટલીક મહત્ત્વની માહિતી પણ આવરી છે. ઘણી વાર એવું બને છે કે આપણા ફોનમાં જુદી જુદી એપ્સ ઇન્સ્ટોલ કરવાની ઉતાવળમાં આપણે, એ એપને ન આપવા જેવી મંજૂરીઓ આપી દઈએ છીએ. આ પ્રકારની મંજૂરીઓ કેટલી જોખમી બની શકે છે તેની સમજ તમને ચોક્કસ ઉપયોગી થશે.

પાસવર્ડની સલામતી માટેનાં નવા ટૂલ અને મોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ બદલવાની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી સૌને હોય તે આજના સમયમાં અનિવાર્ય છે.

‘સાયબરસફર’ આપને વધુ ઉપયોગી કેવી રીતે થઈ શકે, એ જરૂર સૂચવશો.

-હિમાંશુ

April-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબરસેફ્ટી
મોબાઇલ વર્લ્ડ
એફએક્યુ
નોલેજ પાવર
સ્ટેપ-બાય-સ્ટેપ
ઇંગ્લિશ-વિંગ્લિશ
સ્માર્ટ ગાઇડ
રિવાઇન્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here