‘યે ગેમ હૈ મહાન’, પણ કેવી રીતે? 🔓

વર્લ્ડકપ ફીવર વચ્ચે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની વારંવાર આપણને યાદ અપાવે છે કે ‘યે ગેમ હૈ મહાન’. ક્રિકેટ માટેની આ વાત ચોક્કસ સાચી, પરંતુ આ લાઇન જે એપ માટે ઉપયોગમાં લેવામાં આવી છે તેને માટે મહાન શબ્દ વાપરવામાં મુશ્કેલી થાય એમ છે.

ડ્રીમઇલેવનની સફળતાને પગલે આપણા દેશમાં ‘ફેન્ટસી સ્પોર્ટ્સ’નો નવો જુવાળ ઊભો થયો છે. આવી એપ્સમાં આપણે કોઈ વાસ્તવિક મેચ પસંદ કરીને તેમાં મફત અથવા થોડા રૂપિયાથી હજારો રૂપિયા સુધીની એન્ટ્રી ફી ચૂકવીને રમતમાં જોડાઈ શકીએ. જે ફી ભેગી થાય તેમાંથી જે તે એપ અમુક ટકા રકમ કાપી લે અને બાકીની રકમ વિજેતાઓમાં વહેંચાય. હારનારા લોકો પોતે આપેલી ફીની રકમ પણ ગુમાવે.

ફેન્ટસી સ્પોર્ટ્સમાં રૂપિયાની સંડોવણીને કારણે આ જુગાર હોવાનો વારંવાર વિવાદ ઊઠે છે (એટલે જ આવી એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ નથી). અલબત્ત અત્યાર સુધી જેટલી વાર આ વાત કોર્ટના આંગણે પહોંચી છે એટલી વાર અદાલતોએ એવું ઠરાવ્યું છે કે ફેન્ટસી સ્પોર્ટ્સમાં જે તે રમતની સ્કિલ પણ હોવી જરૂરી હોવાથી આ માત્ર નસીબની વાત નથી અને તેથી તે જુગાર નથી.

ફેન્ટસી સ્પોર્ટ્સમાં લોકો ખરેખર કેટલી સ્કિલ્સનો ઉપયોગ કરે છે અને કેટલા માત્ર નસીબનો જુગાર ખેલે છે એ અનુમાનની વાત છે, પરંતુ આવી ગેમ્સમાં જીતનારા લોકો પણ હવે સ્વીકારવા લાગ્યા છે કે તેમને આવી ગેમ્સનું બંધાણ થવા લાગ્યું છે.

ટેકનોલોજી સ્ટાર્ટઅપ માત્ર જોરદાર કમાણી કરાવે એટલું પૂરતું નથી. તેની સામાજિક અસરો ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. આ સંદર્ભમાં આ અંકમાં, અમદાવાદના બે યુવાનોએ શરૂ કરેલી ‘ક્રિકહિરોઝ’ એપ વિશેનો લેખ વાંચવા વિનંતી. ખેલાડીને રમત સુધારવામાં મદદરૂપ થાય એવી એપ્સ ખરેખર ક્રિકેટને મહાન રમત બનાવે છે.

– હિમાંશુ


સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

એપ ગેલેરી

સ્માર્ટ વર્કિંગ

ક્રિએટિવિટી

કરિયર ગાઇડ

સ્માર્ટ બેન્કિંગ

નોલેજ પાવર

મોબાઇલ વર્લ્ડ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here