ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે! 🔓

અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય!

આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક તો દેખીતું છે – દિનપ્રતિદિન મોંઘવારી સતત વધતી જાય છે. બીજું કારણ – જે દેખીતું નથી – તે એ છે કે આપણે ખર્ચનો બરાબર હિસાબ રાખી શકતા નથી!

સામાન્ય રીતે દરેક પરિવારમાં ગૃહિણી માસિક ઘરખર્ચનો હિસાબ રાખતી હોય. એ પોતાના કામમાં બહુ ચોક્કસ હોય તો દર મહિને નિશ્ર્ચિત તારીખે બેન્કમાંથી રૂપિયા ઉપાડવામાં આવે, રસોડામાં કોઈ ખૂણે કે ફ્રીઝ પર એક નાનકડી ડાયરી મૂકી હોય અને તેમાં રોજબરોજનો હિસાબ લખાતો જાય.

તમે પણ આવી કોઈક રીતે, ઘરખર્ચનો હિસાબ રાખતા હો, તો આ મહિને દૂધ પાછળ કેટલો ખર્ચ થયો કે શાકભાજીમાં કેટલા ખર્ચાયા, કરિયાણાની દુકાન કે સુપરમાર્કેટમાંથી સામાન ખરીદાય છે, તેમાં કોનું બિલ કેટલું થયું એ બધું તમે ફટાક દઈને કહી શકો?

હિસાબ ગમે તેટલી ચીવટથી ડાયરીમાં લખાતો હોય, ઘરખર્ચનું સ્પષ્ટ ચિત્ર ‘એની ટાઇમ, એની વ્હેર’ જાણવું હોય તો વાત મુશ્કેલ છે. એ માટે તો ‘એની ટાઇમ, એની વ્હેર’ સૂત્ર જેનાથી ચલણી બન્યું એ મોબાઇલ, સ્માર્ટફોનને જ કામે લગાડવો પડે.

તમે એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાંથી કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન ધરાવતા હો તો તેમાં હિસાબ-કિતાબ રાખવાની સંખ્યાબંધ એપ મળી આવશે.

મોટા ભાગની એપમાં મૂળ સિદ્ધાંત એકાઉન્ટિંગનો જ હોય છે, પણ કેટલીક એપ, એકાઉન્ટિંગ ન આવડતું હોય તેવા લોકો માટે પણ તેના ઉપયોગની સરળતાને કારણે બીજી એપથી અલગ તરી આવે છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે આવી એક એપ એટલે એક્સપેન્સ મેનેજર. એપનું ફ્રી વર્ઝન એડ સપોર્ટેડ છે, એટલે કે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સ્ક્રીનના નીચેના ભાગે જુદી જુદી એડ જોવી પડે.

પ્રો-વર્ઝન પેઇડ છે, તેમાં એડ નથી, પરંતુ ડેવલપર સ્પષ્ટતા કરે છે કે ફ્રી અને પેઇડ વર્ઝનમાં એડની ગેરહાજરી સિવાય કોઈ ફેર નથી.

આ એપ નાના બિઝનેસમાં પેટી કેશનો હિસાબ રાખવા માટે પણ બહુ ઉપયોગી છે. સ્માર્ટફોનમાં આવી એપની મજા એ છે કે ખર્ચ થાય ત્યારે, તરત ને તરત આપણે તે નોંધી શકીએ છીએઅને સરવાળા-બાદબાકી આપોઆપ થાય છે!

(‘સાયબરસફર’ના જુલાઈ, ૨૦૧૫ અંકમાં પ્રકાશિત લેખમાં ઘરખર્ચના હિસાબના સંદર્ભમાં આ એપના દરેક ફીચર્સનો સ્ટેપ-બાય-સ્ટેપ ઉપયોગ સમજી શકાય છે)


તમે સામાન્ય હિસાબ-કિતાબ રાખવા માટે ઉપયોગી અન્ય કોઈ એપ વિશે જાણો છો? નીચે કમેન્ટમાં જરૂર લખી જણાવશો!


સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

એપ ગેલેરી

સ્માર્ટ વર્કિંગ

ક્રિએટિવિટી

કરિયર ગાઇડ

સ્માર્ટ બેન્કિંગ

નોલેજ પાવર

મોબાઇલ વર્લ્ડ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here