સેલ્ફીની સેલ્ફી લેતી શોર્ટ મૂવી! 🔓

મોબાઇલમાં સેલ્ફી લેવાની સગવડે આપણને સૌને નવેસરથી પોતાના પ્રેમમાં પાડી દીધા છે, પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે સેલ્ફીને બિલકુલ અલગ એંગલથી જોઈ શકે છે.

આવી એક વ્યક્તિ છે નિર્મિત નિશિથ વૈશ્નવ. નિર્મિતભાઈ પંદરેક વર્ષથી ગુજરાતી અને હિન્દી થિએટર, ટીવી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. લેખન, દિગ્દર્શન, ગીત લેખન, નાટકોમાં બેકસ્ટેજ એક્ટિવિટી, ડબિંગ જેવા જુદા જુદા અનુભવો ઉપરાંત તેમને કેટલાક ટીવી શોઝમાં કામ કરવાની પણ તક મળી છે. આ વર્ષો દરમિયાન સતત અમદાવાદ અને મુંબઈ વચ્ચે આંટાફેરા કરતાં કરતાં નિર્મિતભાઈની અભિનય અને દિગ્દર્શન તરફની આગવી દૃષ્ટિ કેળવાઈ.

એ અનુભવના આધારે તેમણે સેલ્ફી પરની સેલ્ફી જેવી એક અનોખી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન કર્યું.

આ શોર્ટ ફિલ્મ ‘સેલ્ફી પર સે’ની વિશેષતા એ છે કે તેમાં સેલ્ફીને કેન્દ્રમાં રાખીને એક વ્યક્તિના જાત સાથેના સંવાદ પર ફોકસ કરવામાં આવ્યું છે. શોર્ટ ફિલ્મ ફક્ત એક જ કેરેકટર પર કેન્દ્રિત છે, જે પોતાની જાતનું શૂટિંગ કરીને પોતાની વાર્તા કહે છે. તેને સમાંતર, સેલ્ફી શૂટ કરતા એ વ્યક્તિનું બીજા કેમેરાથી શૂટિંગ કરવામાં આવે છે અને અહીં એ જ વ્યક્તિ, બીજા જ ટ્રેક પર ચાલતી વાર્તાનું મુખ્ય પાત્ર છે!

આ શોર્ટ ફિલ્મ થિએટર કે મોબાઇલના સ્ક્રીન પર એક જ સમયે બે ભાગમાં જોઈ શકાશે. એ દૃષ્ટિએ આ શોર્ટ ફિલ્મ ભારતની પહેલી ‘સેલ્ફી ફિલ્મ’ કે ‘સ્પ્લિટ ફિલ્મ’ કે ‘ટ્વીન શોર્ટ ફિલ્મ’ કહી શકાય.

આમ આ ફિલ્મ ખરેખર શું છે એ કહેવું મુશ્કેલ છે અને એ જ કારણે વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂઆત દરમિયાન આ શોર્ટ ફિલ્મને કઈ કેટેગરીમાં મૂકવી એની મૂંઝવણ રહી!

આ શોર્ટ ફિલ્મ કલકત્તા ઇન્ટરનેશનલ કલ્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં મોબાઇલ ફિલ્મ માટેની કેટેગરીમાં આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ મેળવી ચૂકી છે અને હમણાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા તેની ‘સેલ્ફી મૂવી વિથ એ સોશિયલ મેસેજ’ તરીકે પસંદગી પામી છે.

ફિલ્મ વિશે નિર્મિતભાઈ કહે છે, ‘‘ઇંગ્લિશ શબ્દ ‘પર સે’ નો અર્થ થાય છે વાસ્તવમાં. આજની આપણી દોડધામભરી જિંદગીમાં આપણે એમ માનીએ છીએ કે આપણે મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ પણ વાસ્તવમાં આપણે ધીમે ધીમે, જાણતાં અજાણતાં મોબાઇલમાં કેદ થઈ રહ્યા છીએ. એ ધ્યાનમાં રાખીને અમે આ શોર્ટ મૂવીને ‘સેલ્ફી પર સે’ નામ આપ્યું. મને આનંદ છે કે આ બિલકુલ અલગ પ્રકારની ફિલ્મને જુદા જુદા સ્તર પર આવકાર મળી રહ્યો છે.’’


સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

એપ ગેલેરી

સ્માર્ટ વર્કિંગ

ક્રિએટિવિટી

કરિયર ગાઇડ

સ્માર્ટ બેન્કિંગ

નોલેજ પાવર

મોબાઇલ વર્લ્ડ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here