પ્રતિભાવ 🔓

હું છેક શરૂઆતથી ‘સાયબરસફર’નો વાચક છું. આપનું મેગેઝિન ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. આપના દરેક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને એક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. મેગેઝિન દ્વારા ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો લાભ લે છે.
– અર્પણ મહેતા (શિક્ષક), વડોદરા


‘સાયબરસફર’ છેક શરૂઆતથી, એટલે કે જાન્યુઆરી ૨૦૦૮થી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે!
– વિપુલ પટેલ, સુરત


અંક-૯૨ સ-રસ લાગ્યો! એક જનરલ ઓબઝર્વેશન…પહેલાં મને દરેક અંકમાં  અમુક આર્ટિકલમાં ‘‘આ તો મને ખબર છે’’ એવી ફીલ આવતી… આ વખતે છેકથી છેક એક પણ એવી  ફીલ ના આવી! 

એક સૂચન. દર મહિને એક નવી યુટ્યૂબ ચેનલ, ઇન્સ્ટા/ટવીટર હેન્ડલ, એપ સૂચવતું એક સેક્શન રાખો. કેટેગરી, સકબક્જેક્ટ વાઇસ (જેમ કે ઇતિહાસ, ન્યૂઝ, આર્કિટેક્ચર, ફિટનેસ વગેરે) મુજબ પણ સજેશન કરી શકાય. આવું ભલામણોનું એક અલગ સેક્શન હોવું જોઈએ. 

કેમેરા પરનો લેખ ખૂબ વિગતવાર હતો, મજા પડી વાંચવાની. ‘સાયબરસફર’ જ્ઞાનની આવી જ આતશબાજી કરતું રહે અને વાચકોનું દિમાગ રોશન કરતું રહે એવી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર અને ઘણી ખમ્મા આ મેગઝિનને!
-પાર્થ વી. ભટ્ટ, અમદાવાદ


‘સાયબરસફર’ના લેખોનું વાંચન બહુ ઉપયોગી થાય છે. આજકાલ મેસેજિસની આપલે માટે ટવીટરનો વ્યાપક ઉપયોગ થાય છે. તેમાં મેસેજ કેમ મોકલવા, રીટ્વીટ કરવા, રીપ્લાય કરવો, સેન્ડ કરવા વગેરે વિશે વિગતવાર લખશો.
– શૈલેષ પારેખ, મુંબઈ


ખરેખર મજાનું મેગેઝિન છે. આવું જાળવી રાખશો!
– મહેશ ત્રિવાઠી, ખંભાત


‘સાયબરસફર’નું વિષયનું વૈવિધ્ય ખરેખર અચરજ પમાડે તેવું છે. એમાં જે કંઈ વાત હોય છે એમાંની મોટા ભાગની વાત, રોજેરોજ સતત હાથમાં જ રહેતા સ્માર્ટફોનને લગતી હોવા છતાં દરેક લેખમાં કંઇક નવું જાણવા મળે છે. અભિનંદન!
– કૃતિ પટેલ, અમદાવાદ


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here