આવનારા સમયનો વિસ્તૃત પરિચય

x
Bookmark

(માર્ચ ૨૦૨૦ અંકનો સ્વાગતલેખ)

ઇન્ટરનેટ – આ શબ્દ કાને પડતાં જ આપણા મનમાં અત્યારે તો બે જ સાધનનો વિચાર જાગે છે, સ્માર્ટફોન અને કમ્પ્યુટર. આ બંનેમાં ડિસ્પ્લે સ્ક્રીન અને કી-બોર્ડની મદદથી આપણું ઇન્ટરનેટ સાથે અનુસંધાન થાય છે.

પણ, આવી રહેલા સમયમાં ઇન્ટરનેટ આટલું સીમિત રહેવાનું નથી. આવનારો સમય ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’નો છે, જેમાં એક-બે નહીં પણ અનેક પ્રકારનાં સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટેટ રહેશે અને માત્ર આપણે નહીં, આ બધાં સાધનો પણ ઇન્ટરનેટ સાથે ડેટાની આપલે કરશે અને તેનો લાભ લેશે.

આવાં સાધનોમાં ડિસ્પ્લે સ્ક્રીન અને કી-બોર્ડ બંને જોવા નહીં મળે! અત્યારે ટીવીની જાહેરાતોમાં જોવા મળતાં ‘સ્માર્ટ સ્પીકર્સ’ એક રીતે આવનારા સમયનો પરિચય કરાવે છે. એનો બીજો પરિચય મળી શકે છે, આપણા સ્માર્ટફોનમાંના ગૂગલ આસિસ્ટન્ટની મદદથી. છેલ્લાં ચારેક વર્ષમાં આ સર્વિસમાં મોટા ફેરફારો થયા છે.

એ ધ્યાનમાં રાખીને, આ અંકમાં, ગૂગલ આસિસ્ટન્ટમાં શું શું શક્ય છે એની વાત આવરી છે અને ખાસ તો, તેને માટેનાં દરેકે દરેક સેટિંગની મુદ્દાસર વાત કરી છે, જેથી તેનો ઉપયોગ સૌ કોઈ માટે સહેલો બને.

એ દૃષ્ટિએ આ અંકની કવરસ્ટોરી લાંબી હોવા છતાં, આ અંકમાં વિષયોનું વૈવિધ્ય વિસ્તર્યું છે.

આ અંકથી આપણી સફરે નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે! આપ સૌના અત્યંત હૂંફાળા સહકાર માટે દિલથી આભાર. આ સફરને વિસ્તારવા માટે હજી ઘણું વધુ થઈ શકે તેમ છે, એક પછી એક પગલાં ભરતા જઈશું!

– હિમાંશુ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here