બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે.

નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે. સ્માર્ટ ડિવાઈસીસનો વધુ પડતો ઉપયોગ તેમના આંખ, કાન, મગજ, પીઠ વગેરેને નોંધપાત્ર રીતે નુકસાન કરે છે. એમાં પણ સોફા કે કોચ પર ન બેઠા હોય કે ન સૂતા હોય એવી તદ્દન અયોગ્ય શારીરિક સ્થિતિને કારણે પણ શારીરિક હાનિ પહોંચે છે. આપણે ત્યાં કાન અને ખભા વચ્ચે મોબાઇલ દબાવીને ટુવ્હિલર ચલાવતા લોકો શારીરિક ઉપરાંત વાહન અકસ્માતનું મોટું જોખમ પણ નોતરે છે.

અમેરિકન ન્યૂઝ સાઇટ ‘હફિંગટન પોસ્ટ’એ વિવિધ સ્રોતને આધારે બાળકો-કિશોરોને સ્માર્ટ ડિવાઈસીસથી કેવું નુકસાન થાય છે એ દર્શાવતું તૈયાર કર્યું છે. યાદ રહે, આ ગ્રાફિક ૨૦૧૩નું છે, અત્યાર સુધીમાં સ્થિતિ હજી કેટલી વણસી હશે તેનો અંદાજ લગાવી જુઓ.


https://www.huffingtonpost.in/2013/10/17/teens-on-screens_n_4101758.html

Sources: Simplyehealth, Journal Pediatrics, American College of Rheumatology, Journal Arteriosclerosis, Thrombosis and Vascular Biology, National Sleep Foundation, Journal of the American Medical Association, Computers in Human Behavior, AAP

May-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબર એલર્ટ

યૂઝફુલ વેબ સર્વિસ

સ્માર્ટ વર્કિંગ

સ્માર્ટ બેન્કિંગ

હેલ્થ ગાઇડ

સાયબર સેફટી
એફએક્યુ
નોલેજ પાવર
અમેઝિંગ વેબ
વીડિયો ગેલેરી

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here