તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ.
દિલ પર હાથ મૂકીને જવાબ આપો – તમારો દીકરો કે દીકરી ઇંગ્લિશનું કોઈ વાક્ય સાચું છે કે નહીં એવી મૂંઝવણ લઈને તમારી પાસે આવે, તો તમે ગૂંચવણ અનુભવો છો? અથવા, તમારા બિઝનેસને લગતો કોઈ મેઇલ ઇંગ્લિશમાં ટાઈપ કરી રહ્યા હો ત્યારે સ્પેલિંગ તો ઠીક, વ્યાકરણમાં કંઈક લોચો તો નહીં હોયને એવી ચિંતા સતાવે છે?