અંક – 87ના પ્રતિભાવ 🔓

એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ.

– પાર્થ પંડ્યા

‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ ને વધુ જાણવા ચાનક ચઢે છે!

– મીનાક્ષી લેઉઆ, કપડવંજ


હું ‘સાયબરસફર’ માસિકનો બંધાણી થઈ ગયો છું! આજના જમાનામાં ટેકનોલોજી વગર જીવવું શક્ય નથી અને તમે આ જીવવાનું જોમ પૂરો પાડે છો. ઘણા સમયથી લખવું હતું, પણ પત્ર વ્યવહાર માટે સમય નથી તો વોટ્સઅપ કરું છું, ધ્યાને લેવા વિનંતી.

હું લોદરાની પ્રાથમિક શાળાનો શિક્ષક છું. હાલના સમયે શાળા કક્ષાએ એક્સેલ, વર્ડનો બેસુમાર ઉપયોગ થાય છે, પણ એક્સેલમાં ફોર્મ્યુલા વિભાગમાં મોટા ભાગના લોકો બે કે ચાર ફોર્મ્યુલા સિવાયનો ઉપયોગ જાણતા નથી, તો આપ ફોર્મ્યુલાના ઉપયોગ વિશે એકાદ લેખ લખો એવી અપેક્ષા.

– મિતેષ પટેલ, લોદરા


હું તમારા ‘સાયબરસફર’ના અભિયાન કે જેમાં તમે ટેક્નોલોજી વિશેની માહિતી લોકો સુધી પહોંચાડો છો, તેનાથી બહુ જ પ્રભાવિત થયો છું. તમે જે સરળ અને સચોટ રીતે ટેક્નોલોજીની માહિતી આપો છો તે દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્ત્વની છે. આ માહિતી દ્વારા દરેક વ્યક્તિ પોતાનું કામ વધુ ઝડપથી કરી શકે છે અને એ જાણી શકે છે કે જે પહેલાં ન જાણતો હોય. તમે સ્માર્ટ સર્ફિંગને ઘણું મહત્ત્વ આપો છો કેમ કે એ અત્યારના સમયમાં સૌથી વધુ જરૂરી છે.

– શુભમ મેવાડા


‘સાયબરસફર’ સાથે હું હમણાં હમણાં જોડાયો છું. ઉપયોગી બાબતોનું સંકલન થાય છે. ઘણું નવું જાણવા મળે છે અને ખાસ તો, એ વિશે વધુ જાણવાની ઇચ્છા જાગે છે! વેબસાઇટ પરથી જાણ્યું કે પાછલા બધા અંકો હવે ઉપલબ્ધ નથી. જૂના અંકોમાંથી અત્યારે પણ ઉપયોગી લેખો તારવીને એક પુસ્તક કરી શકાય તો સારું.

– હીરેન દેકિવાડિયા, ધોરાજી


કોલેજની લાઇબ્રેરીમાં આવતું ‘સાયબરસફર’ નિયમિત વાંચું છું. કારકિર્દી સંબંધિત વધુ લેખો આપશો.

– મનોજ શાહ, ભૂજ

May-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબર એલર્ટ

યૂઝફુલ વેબ સર્વિસ

સ્માર્ટ વર્કિંગ

સ્માર્ટ બેન્કિંગ

હેલ્થ ગાઇડ

સાયબર સેફટી
એફએક્યુ
નોલેજ પાવર
અમેઝિંગ વેબ
વીડિયો ગેલેરી

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here