ઉજાસભર્યા નવા વર્ષની આશા

પરીક્ષાની મોસમ નજીક આવતાં જ સ્વાભાવિક રીતે, વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કારકિર્દી વિશેનો ઉચાટ વધે છે.

અત્યારે જે રીતે ચોતરફ આઇટીની બોલબાલા ચાલી રહી છે એ જોતાં આઇટીમાં કરિયરનાં સ્વપ્નો ઘણી આંખોમાં અંજાયેલાં હોય છે, પણ આ ક્ષેત્રમાં ખરેખર કેવી તકો છે, કેવી તૈયારીઓ કરવી જોઈએ, શું કરવાથી આગળ વધવાની શક્યતાઓ વધે વગેરે વિશે સ્પષ્ટ સમજણ હોતી નથી.

એ ધ્યાનમાં રાખીને આ અંકમાં, ડેવલપર બનવા વિશેની માહિતીનું સંકલન કર્યું છે.

કંઇક એ જ રીતે, વોટ્સએપ અને ફેસબુક જેવી સર્વિસનો આપણે રાતદિવસ ઉપયોગ કરતા હોવા છતાં, તેની નાની નાની બાબતો તરફ આપણું પૂરતું ધ્યાન ન જતું હોય એવું બની શકે છે.

વોટ્સએપનાં નવાં ફીચર્સની મજા લઈએ તેની સાથોસાથ તેમાં પ્રાઇવસી સંબંધિત પાયાનાં ફીચર્સ પણ ભૂલવા જેવા નથી. તેમ, ફેસબુકના સતત વધતા વિવાદો વચ્ચે ફેસબુક આપણા વિશે કેટલું જાણે છે અને આપણી કેટલી માહિતી ફેસબુકમાં ખડકાયેલી છે તે જાણવા માટે ફેસબુકમાંનો આપણો ડેટા ડાઉનલોડ કરવાનું પહેલું પગલું આ અંકમાં સમજાવ્યું છે.

જે લોકોને પોતાના કામકાજમાં ગુજરાતી ફોન્ટ સાથે પનારો પાડવાનો હોય છે તેમને ફોન્ટ અને સોફ્ટવેરની વિવિધતા ગૂંચવે પણ છે અને નડે પણ છે. આ અંકમાં આ ગૂંચવણો ઉકેલવાનો પણ પ્રયાસ કર્યો છે.

નવું વર્ષ આપણને સૌને કોરી માહિતીથી આગળ વધીને જ્ઞાન અને સમજણના ઉજાસ તરફ લઈ જાય એવી પ્રાર્થના!!

-હિમાંશુ

January 2019

સ્વાગત

ઉજાસભર્યા નવા વર્ષની આશા

પ્રતિભાવ

એરાઉન્ડ ધ વેબ

કરિયર ગાઇડ

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

સાયબરસેફ્ટી

વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ તપાસો

નોલેજ પાવર

જિજ્ઞાસા જીવતી રાખવી છે? ઇન્સ્ટોલ કરો આ એપ

સોશિયલ મીડિયા

ફેસબુક પરનો તમારો તમામ ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?

સ્માર્ટ વર્કિંગ

મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો

એકડે એકથી સમજીએ વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

યૂઝફુલ વેબસર્વિસ

જિજ્ઞાસાભર્યું બનાવો નવું વર્ષ, આ રીતે!

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

અમેઝિંગ વેબ

લાખો ફોટોઝનું ડિજિટાઇઝેશન

સંસદની સફર

ઇંગ્લિશ-વિંગ્લિશ

ડિજિટાઇઝેશન કે ડિજિટલાઇઝેશન?

સ્માર્ટ બેન્કિંગ

બેન્કિંગ ટેક્નોલોજીમાં મોટા ફેરફાર

એફએક્યુ

અલગ અલગ ગુજરાતી ફોન્ટની રામાયણ કેવી રીતે સમજવી?

સ્માર્ટ ગાઇડ

ગૂગલ ફોટોઝમાં લાઇવ આલબમની નવી સુવિધા!

એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?

ફાઇનલ ક્લિક

બિઝનેસ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here