કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર 🔓

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે.

તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ કેટલા વર્ષના થયા? એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ આપણને કેલ્યુલેટરની મદદ લીધા વિના ચાલતું નથી, ત્યારે તારીખ અને દિવસોની ગણતરીમાં તો ફટાફટ કેવી રીતે કરવી?

આપણી સામાન્ય સમજ પ્રમાણે તો એમાં કેલ્ક્યુલેટર પણ કામ ન આવે – આંકડાની જેમ તારીખના સરવાળા-બાદબાકી કેવી રીતે કરી શકાય! અલબત્ત, અહીં જ આપણી ભૂલ થાય છે – દિવસોની ગણતરી કરવામાં પણ કેલ્ક્યુલેટર કામ લાગી શકે છે! અલબત્ત, એ માટે આપણા સ્માર્ટફોનનું સાદું કેલ્ક્યુલેટર કામ લાગશે નહીં. આપણે પીસીના કેલ્ક્યુલેટરના શરણે જવું પડશે.

સાદી ગણતરીઓ કરવા માટે તમે કદાચ ઘણી વાર કમ્પ્યુટરનું કેલ્ક્યુલેટર ઓપન કર્યું હશે, પણ એમાં તમે વધુ ખાંખાંખોળા નહીં કર્યાં હોય એ સો ટકાની વાત!

તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં! તમારા કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર એપ્લિકેશન ઓપન કરો. હવે કેલ્ક્યુલેટરના મથાળે આપેલ વ્યૂ પર ક્લિક કરો (કેલ્ક્યુલેટર ઘણી વાર વાપર્યું હશે, પણ આ વ્યૂ મેનુમાં ક્યારેય ખાંખાંખોળા કર્યાં નહીં હોય, બરાબર?!)

અહીં તમે જોશો તેમ આપણે કાયમ જે સાદું કેલ્ક્યુલેટર જોયું છે તેને સ્ટાન્ડર્ડમાંથી સાયન્ટિફિક, પ્રોગ્રામર કે સ્ટેટિસ્ટિક્સ મોડમાં અહીંથી ફેરવી શકાય છે. એ જ રીતે અહીં કેલ્ક્યુલેટરના બેઝિક, યુનિટ ક્ન્વર્ઝન અને ડેટ કેલ્યુલેશનના વિકલ્પ આપેલા છે. અહીં તમને એવું ઘણું મળશે, જે અગાઉ જોયું-તપાસ્યું નહીં હોય! આ તમામ ખાસિયતો જાણવા તમારે આ આખો લેખ વાંચવો રહ્યો.

(‘સાયબરસફર’ના જાન્યુઆરી ૧, ૨૦૧૫ અંકમાંથી ટૂંકાવીને)

May-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબર એલર્ટ

યૂઝફુલ વેબ સર્વિસ

સ્માર્ટ વર્કિંગ

સ્માર્ટ બેન્કિંગ

હેલ્થ ગાઇડ

સાયબર સેફટી
એફએક્યુ
નોલેજ પાવર
અમેઝિંગ વેબ
વીડિયો ગેલેરી

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here