હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

અપડેટઃ આ લેખમાં જે એપની વાત કરી છે તેનો ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૮ અંકમાં વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૯માં ગૂગલે જાહેર કર્યું કે તેણે આ એપ ખરીદી લીધી છે.

જો તમે વિદ્યાર્થી, શિક્ષક, તમારા સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો ધ્યાનથી વાંચજો.

કોઈ પણ વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના હોય છે :

જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે?

જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું કરો. જો ના, તો બીજો સવાલ ઊભો થાય.

હોમવર્ક કેમ પૂરું કરવું એ કોઈક રીતે, જાતે શીખી શકાશે?

ફરી જો હા, તો હોમવર્કમાં પૂછેલા સવાલોના જવાબ શોધી કાઢો અને કામ પૂરું કરો. જો જાતે શીખતાં ન આવડે, તો હવે મહત્ત્વનો સવાલ આવે છે.

હોમવર્કમાં જે પૂછ્યું છે, એ ન શીખીએ તો પરીક્ષામાં માર્કમાં ફેર પડશે?

જો ના, તો શીખવાની વાત જ જવા દો. પણ જો માર્ક બગડે તેમ હોય, તો એક જ રસ્તો છે – ક્યાંકથી જવાબ શોધી બેઠ્ઠી કોપી ઠપકારી દો!

જે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી ન હોય એ મોટા ભાગે આ છેલ્લી સ્થિતિએ જ પહોંચતા હોય છે અને તેઓ જે શીખવાનું છે એ બરાબર શીખ્યા-સમજ્યા વિના, ક્યાંકથી જવાબ શોધીને કોપી કરી લે છે.

હવે આની અસર જુઓ :

હોમવર્ક પૂરું થયેલું હોવાથી ટીચરને ખ્યાલ નથી આવતો કે વિદ્યાર્થીને મુદ્દો બરાબર સમજાયો નથી. તેમને એ વિદ્યાર્થી પર વધુ ધ્યાન આપવાની જરૂર લાગતી નથી.

પરિણામે, પરીક્ષામાં એ જ સવાલ જરાક ટ્વીસ્ટ કરીને પૂછવામાં આવે તો વિદ્યાર્થી ગોથાં ખાય છે.

સવાલ ટ્વીસ્ટ કર્યા વિના પૂછવામાં આવે અને વિદ્યાર્થીને અગાઉ કોપી કરેલો જવાબ યાદ રહી ગયો હોય, તો તેને બીજા કરતાં વધુ માર્ક મળી જાય છે અને બીજાને અન્યાય થાય છે.

દુનિયા આખીની શિક્ષણ પદ્ધતિની આ નબળાઈ છે. તેના ઉપાય તરીકે શાળામાં શિક્ષણપદ્ધતિ અને પરીક્ષાપદ્ધતિમાં ફેરફારો કરવાના પ્રયાસો થતા રહે છે.પરંતુ આ બંને બાબત આપણા અંકુશ બહારની છે. ફક્ત, જ્યારે વિદ્યાર્થીએ જાતે શીખવાનો મુદ્દો આવે ત્યારે ઘણી શક્યતાઓ છે.

આજનો વિદ્યાર્થી જાતે જવાબો શીખવા ઇન્ટરનેટ તરફ વળે છે અને પૂછે છે ગૂગલગુરુને!

આવા વિદ્યાર્થીઓનો અનુભવ હોય છે કે તેઓ જે જવાબ શોધી રહ્યા હોય છે તેનાં રિઝલ્ટ તો ઘણાં મળે છે, પણ જોઈતો જવાબ સહેલાઈથી મળતો નથી. મેથ્સને લગતા સવાલોમાં તો ખાસ એવું થાય છે.

આજના સમયના લગભગ દરેક વિદ્યાર્થીની આ તકલીફ છે અને તેને કારણે તેના લાંબા ગાળાના શિક્ષણ પર ગંભીર અસર થાય છે. સોક્રેટિક (socratic.org) નામની એક એપ-વેબસર્વિસ આ તકલીફનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે.

(‘સાયબરસફર’ના માર્ચ, ૨૦૧૮ અંકમાંથી ટૂંકાવીને)

August 2019
August 2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

સાયબર સેફ્ટી

નોલેજ પાવર

ક્રિએટિવિટી

મોબાઇલ વર્લ્ડ

કરિયર ગાઇડ

સ્માર્ટ વર્કિંગ

યૂઝફુલ વેબ સર્વિસ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here