ટુ-સ્ટેપ વેરિફિકેશન સલામત છે, પણ વધુ સાવધાની જરૂરી

ગૂગલ એકાઉન્ટને સલામત બનાવતી પદ્ધતિમાં હેકર્સ છીંડાં બનાવી રહ્યા છે, સાવચેત રહેજો! સામાન્ય રીતે આપણા ગૂગલ એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિ સૌથી સલામત ગણાય છે. ‘સાયબરસફર’માં અવારનવાર એ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ સમજ આપવામાં આવી છે. પરંતુ હવે હેકર્સ આ સલામત પદ્ધતિનો ગેરઉપયોગ કરવા માટે એક ખાસ ટ્રિક અજમાવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે! 

ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ મુજબ કેટલાક લોકોને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એસએમએસ મળે છે અને તેમાં તેમના એકાઉન્ટને ‘સલામત રાખવા માટે’ ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જણાવવાનું કહેવામાં આવે છે!

ગૂગલનું નોટિફિકેશન હોય એવો ભ્રમ ઊભો કરતા આ એસએમએસમાં કંઈક આવું લખેલું હોય છે : “હમણાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે ischnei4@gmail.comમાં લોગઇન થવા માટે આઇપી એડ્રેસ ૧૩૬.૯૧.૩૮.૨.૩ (વેકેવિલે, સીએ) પરથી એક શંકાસ્પદ પ્રયાસ થયો છે. જો તમે આ લોકેશન પરથી તમારા એકાઉન્ટમાં સાઇન-ઇન ન કર્યું હોય અને તમારા એકાઉન્ટને સલામત રાખવા માટે કામચલાઉ તમારું એકાઉન્ટ લોક કરી દેવા માગતા હો તો થોડી જ વારમાં તમને જે ૬ અંકનો વેરિફિકેશન કોડ મળે તે આ એસએમએસના રીપ્લાયમાં જણાવશો. જો તમે પોતે જ લોગ-ઇનનો પ્રયાસ કર્યો હોય તો આ એસએમએસની અવગણના કરશો.

આ ટ્રિક સમજાઈ?

Please to view this content. (Not a member? Join Today!)
July-2017

[display-posts tag=”065_july-2017″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here