જોજો, બાળકો માટેનો આપણો સમય મોબાઇલ ચોરી ન જાય!

દિવાળીની રજાઓમાં ટ્રેન, બસ કે પ્લેનની ટિકિટ મેળવવી જેટલી મુશ્કેલ છે, એનાથી કદાચ વધુ મુશ્કેલ કામ આપણા સ્માર્ટફોન માટે પ્લે સ્ટોરમાંથી સારી એપ શોધવાનું છે! સ્ટોરમાં એપ્સની સંખ્યા તો લાખોમાં છે, પણ એમાંથી ખરેખર સારી અને ઉપયોગી એપ શોધવી મુશ્કેલ છે કારણ કે યુટ્યૂબના વીડિયોઝની જેમ અહીં પણ કચરાના ઢગ ખડકાયા છે!

એટલે જ આ અંકમાં, આખા પરિવારના દરેક સભ્યોને ગમે અને તેમને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય એવી એપ્સ તારવવાનો પ્રયાસ કર્યો છે. આ દરેક એપ, તેના પ્રકારની બીજી સારી એપ્સ તરફ તમને લઈ જાય તો અમારી મહેનત સાર્થક!

પણ આ એપ્સમાં ઝંપલાવતાં પહેલાં, એક ટેક્નોલોજી મેગેઝિનના એડિટરનો બાળકોના સંદર્ભમાં મોબાઇલના ઉપયોગ વિશેનો લેખ જરૂર વાંચવા ભલામણ છે. એમણે લખ્યું છે તેમ આજે દરેક પરિવારનાં માતા-પિતા (દાદા-દાદી સહિત) સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાઇ ગયાં છે ત્યારે, જેમના હાથમાં હજી સ્માર્ટફોન આવ્યા નથી એવાં નાનાં બાળકો સાથે આપણે વિતાવવો જરૂરી સમય તેઓ ગુમાવી રહ્યાં છે.

મોબાઇલ સાવ બાજુએ મૂકી શકાય તેવું હવે શક્ય નથી, તો મોબાઇલને જ સાધન બનાવીને, પરિવારનાં બાળકો સાથે મોબાઇલમાં એવું કંઈક જોઈએ, એવું કંઈક કરીએ જે આગળ જતાં એમને માટે ઉજજવળ ભાવિનો આધાર તૈયાર કરે.

આ અંકમાં આપેલી એપ્સ એ રીતે પણ કામની છે. આપ સૌને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ અને સાદર નૂતન વર્ષાભિનંદન!

-હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here