મોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો? 🔓

આપણો ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ એટલે આપણી આખી ડિજિટલ દુનિયાનું તાળું. આ તાળું જેટલું મજબૂત એટલું આપણી સામેનું જોખમ ઓછું.

આ વાત આપણે બધા સમજીએ છીએ. છતાં તેને લગતી બે-ત્રણ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ.

પહેલી વાત, ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિનો લાભ લેવો, જેથી માત્ર પાસવર્ડ આપવાથી નહીં, પણ આપણા મોબાઇલમાં આવતો ઓટીપી આપવાથી જ ગૂગલની વિવિધ સર્વિસમાં લોગ-ઇન થઈ શકાય.

બીજી વાત, એકનો એક પાસવર્ડ ક્યારેય એકથી વધુ સર્વિસમાં ઉપયોગમાં લેવો નહીં. તમે ભૂતકાળમાં આવી ભૂલ કરી હોય, તો આ જ અંકમાં આપેલ પાસવર્ડ ચેકઅપ ટૂલ વિશેનો લેખ તમને કામ લાગશે.

ત્રીજી વાત, પાસવર્ડ નિયમિત રીતે બદલતા રહેવું!

પહેલી બે વાત યાદ રાખી હોય, તોય ત્રીજી વાત લગભગ ભૂલાઈ જાય છે. એમાંય જો આપણી પાસે પીસી ન હોય, માત્ર મોબાઇલ હોય તો તો ખાસ. કેમ કે મોબાઇલમાં આપણે વારંવાર ગૂગલનો પાસવર્ડ આપવાની જરૂર જ હોતી નથી. જેને યાદ રાખવાની જરૂર ન લાગે, એને બદલવાનું ક્યાંથી યાદ રહે?!

પરંતુ પાસવર્ડ સતત થોડા થોડા વખતે બદલવો જરૂરી છે. તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ પીસી/લેપટોપ કે મોબાઇલમાં બદલવાની પદ્ધતિ એક સરખી જ છે, પણ અહીં મોબાઇલને ધ્યાનમાં રાખીને તેનાં સ્ટેપ્સ આપ્યાં છે.

આ સ્ટેપ્સનો થોડા થોડા વખતે લાભ લો, પાસવર્ડ બદલો અને તેની સાથોસાથ, એ પેજીસમાં આપેલી બીજી વિગતો પણ તપાસતા રહેશો તો તમારું ગૂગલ એકાઉન્ટ હંમેશા સલામત રહેશે!

ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘ગૂગલ’ પર ટેપ કરો.

‘ગૂગલ એકાઉન્ટ’ પર ટેપ કરો. પીસીમાં તમે myaccount.google.com પેજ પર જઈ શકો છો.

અહીં ‘પર્સનલ ઇન્ફો’ ટેબમાં તમારો પાસવર્ડ છેલ્લે ક્યારે બદલ્યો હતો તે જોવા મળશે. તેને ટેપ કરો.

હવે તમને ફરી પાસવર્ડ આપવાનું કહેવામાં આવશે. એકાઉન્ટની સલામતી માટે આ જરૂરી છે.

પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ‘ફરગોટ પાસવર્ડ’ ટેપ કરી, એકાઉન્ટ રીકવરીના વિકલ્પો તપાસો.

નવો પાસવર્ડ બે વાર લખો. સિસ્ટમ સૂચવશે કે તે કેટલો મજબૂત છે. નબળો કહે, તો નવો વિચારો.

‘ચેન્જ પાસવર્ડ’ બટન ટેપ કરતાં, પાસવર્ડ બદલાઈ જશે. હવે જોવા મળતા વિકલ્પો પણ તપાસો.

હવે જોવા મળતા વિકલ્પોમાં બધે ગ્રીન ટિક ન હોય તો તે તપાસી સૂચના મુજબ ફેરફાર કરો.


 

April-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ
સાયબરસેફ્ટી
મોબાઇલ વર્લ્ડ
એફએક્યુ
નોલેજ પાવર
સ્ટેપ-બાય-સ્ટેપ
ઇંગ્લિશ-વિંગ્લિશ
સ્માર્ટ ગાઇડ
રિવાઇન્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here