સાયબર સેફ્ટી અંગે જાગૃતિની વધતી જરૂરિયાત

‘સાયબરસફર’ના પ્રારંભથી તેનું ધ્યેય ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરીને આપણા સૌની ક્યુરોસિટી,  ક્રિએટીવિટી અને પ્રોડક્ટિવિટી વિસ્તારવાનું રહ્યું છે. સમય જતાં તેમાં સાયબર સેફ્ટીનું ચોથું પરિમાણ પણ ઉમેરાયું.

અફસોસની વાત એ છે કે આપણે સાયબર સેફટીના પાસા પર વધુ ને વધુ ધ્યાન આપવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ રહી છે!

વોટ્સએપના કિસ્સામાં આપણે જોયું છે તેમ સૌ માટે ઉપયોગ સર્વિસનો આપણે અવિચારી અને અમર્યાદિત ઉપયોગ કરીને તેને એક ચિંતાજનક દૂષણમાં ફેરવી નાખી છે. આમાં લોકોની વધુ ને વધુ માહિતી મેળવીને તેમાંથી કમાણી કરી લેવાની ઇન્ટરનેટ કંપનીઝની વૃત્તિ પણ જવાબદાર ખરી. અત્યારે ભારત સરકાર અને વોટ્સએપ વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે ત્યારે હમણાં બહાર આવેલી, વોટ્સએપની ખરેખર ચિંતાજનક બાજુ પર આ અંકમાં વિશેષ સમજ આપવામાં આવી છે.

એ સિવાય, જાણકારી અને સમજની આપણી લીટી મોટી કરવાની ‘સાયબરસફર’ની પરંપરાને આગળ ધપાવતાં, ઇન્ટરનેટની કરોડરજ્જુ સમાન, પણ આપણાથી અજાણ્યાં રહેતાં ડેટા સેન્ટર્સ વિશેની રસપ્રદ માહિતી આ અંકમાં સમાવી છે.

માઇક્રોસોફ્ટ વર્ડમાં ઘણી મહેનત પછી તૈયાર કરેલ કોઈ ડોક્યુમેન્ટ કરપ્ટ થાય તો તેમાંની ટેકસ્ટ પરત મેળવવાના ઉપાયો અંગે પણ આ અંકમાં વિસ્તૃત માહિતી આવરી લેવામાં આવી છે, તમારે ઉપયોગ કરવાની જરૂર ન પડે એવી આશા સાથે!

આપના પ્રતિભાવોની અપેક્ષા!

-હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here