પ્રાઇવસીના બે છેડા

આપણે બે જબરજસ્ત અંતિમો વચ્ચે જીવી રહ્યા છીએ! એક તરફ, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સુવિધાઓ – અને એ પણ મફત! – મળવાને કારણે આપણું જીવન ધરમૂળથી બદલાઈ રહ્યું છે.

તો બીજી બાજુ, આ બધાનો લાભ લેવા જતાં, આપણે આપણી મોંઘેરી પ્રાઇવસી ગુમાવી રહ્યા છીએ. ઇન્ટરનેટ કંપનીઝ આપણા વિશે સતત વધુ ને વધુ જાણે છે અને અસંખ્ય લોકોની અસંખ્ય પ્રકારની માહિતી એકમેક સાથે સાંકળીને તેમાંથી જુદા જુદા નિષ્કર્ષ તારવવાની આ કંપનીઝની શક્તિ સતત વધી રહી છે.

આ અંકમાં એવા બે અંતિમની વાત છે. એક લેખમાં, આપણા દૈનિક જીવનમાં વણાઈ ગયેલા જીમેઇલમાં નવી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરેને કારણે ઉમેરાયેલાં ફીચર્સની વાત છે, તો બીજી લેખમાં બિગ ડેટાનાં જોખમોની પણ વાત છે.

આ બંને અંતિમ વચ્ચે, યુરોપિયન દેશોએ અપનાવેલો રસ્તો વધુ યોગ્ય લાગે છે. નવી ટેક્નોલોજીનો લાભ આપણને મળે, પણ આપણા ડેટા પર આપણો અંકુશ રહે અને ઇન્ટરનેટ કંપનીઝ સ્પષ્ટ રીતે, કાયદાને જવાબદાર રહે એવું સંતુલન સાધતો ‘જનરલ ડેટા પ્રોટેક્ટશન રેગ્યુલેશન’ યુરોપિયન દેશોમાં અમલમાં આવી ગયો છે.

આપણે પ્રાઇવસીની ચિંતા વિના જે મળે છે તેનો લાભ લેવાના મતના હોઈએ કે શક્ય એટલી રીતે પ્રાઇવસી જાળવવાના મતના હોઈએ, બંને બાજુની જાણકારી તો મેળવવી જ પડશે.

‘સાયબરસફર’ એ રીતે જ આપને મદદરૂ‚પ થવાનો પ્રયાસ કરે છે!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here