તમેય એકાદો ઓનલાઇન કોર્સ કરી જુઓ!

x
Bookmark

ગણિત કાચું. ઇંગ્લિશ એથીય વધુ કાચું. પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ. પણ અભ્યાસ? મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો! હેં, હોય નહીં! અચ્છા, ક્યાંથી? જવાબ છે – ટેક્નોલોજી માટે જગવિખ્યાત અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માંથી!

અમદાવાદનો જિમિત જયસ્વાલ એમઆઇટી ઉપરાંત બીજા ઘણા સ્રોતમાંથી પોતાનો અભ્યાસ આગળ ધપાવી રહ્યો છે – ફ્રી ઓનલાઇન એજ્યુકેશનના પ્રતાપે.

અત્યારે શિક્ષણજગતમાં રીતસર ક્રાંતિ આવી રહી છે કેમ કે વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઝ પોતાના કોર્સનું લગભગ તમામ કન્ટેન્ટ ઓનલાઇન ઉપલબ્ધ કરી રહી છે. ઓનલાઇન એજ્યુકેશનનું બિઝનેસ મોડેલ પણ મજાનું છે – તમે ડિગ્રી મેળવીને નવી કે વધુ સારી નોકરી મેળવવા માગતા હો તો ફી ભરો, બાકી તમારે ફક્ત પોતાનું જ્ઞાન વિસ્તારવું હોય તો ઘણું ખરું મફત છે!

ઇ-લર્નિંગ માત્ર આઇટી સંબંધિત ક્ષેત્રો પૂરતું સીમિત નથી. તમે ઇચ્છો તે વિષયનું અગાધ જ્ઞાન ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો. આ બધું જ અત્યારે તો ઇંગ્લિશમાં છે, પણ એ વાતે પાછા પડો તો જિમિતને યાદ કરી લેજો. તેણે ગૂગલની ટ્રાન્સલેશન સર્વિસનો ઉપયોગ કરીને અને એક જ વિષયનાં લેક્ચર્સ ચાર-પાંચ જગ્યાએ જોઈને વિષય સમજવાની મથામણ કરી છે!

– હિમાંશુ

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =