આગ લાગે તે પહેલાં લેવા જેવાં પગલાં

તમારા બિલ્ડિંગમાં ધૂળ ખાતાં અગ્નિ શમનનાં સાધનો જોઈને તમને ક્યારેય એવો વિચાર આવે છે કે આની જરૂ‚ર જ શી છે?! તમે જાણો છો કે એ અત્યારે ભલે ધૂળ ખાય, એનો ઉપયોગ કરવાનો થશે ત્યારે આગ ઓલવશે!

આ અંકમાં જે રિમોટ એક્સેસ સુવિધાની વાત કરી છે એ બિલકુલ એ પ્રકારની છે. ઓફિસના કામકાજમાં ઘણાનો અનુભવ હશે કે કોઈ રિપોર્ટ કે ટેન્ડર તૈયાર કરવા આપણે લાંબો સમય કામ કર્યું હોય અને છેલ્લી ઘડીએ કંઈક એવું કામ આવી પડે કે પેલી મહત્ત્વની ફાઇલને પેન ડ્રાઇવમાં સાથે લેવાનું કે મેઇલ કરવાનું ભૂલી જઈએ. પછી આગ લાગે!

આવે સમયે પોતાના પીસીને ગમે ત્યાંથી, સ્માર્ટફોનની મદદથી પણ એક્સેસ કરવાની સુવિધા જો સેટ કરી રાખી હોય – અગ્નિ શમનનાં સાધનો વસાવી રાખ્યાં હોય – તો ગમે ત્યારે લાગેલી આગ સહેલાઈથી ઓલવી શકાય!

ફેસબુકનું એકાઉન્ટ હેક થયા પહેલાં લેવાં જોઈતાં પગલાંની વાત કરતા લેખના મૂળમાં પણ આ જ વાત છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે પહેલેથી તૈયારી કરી રાખવી સારી છે.

‘સાયબરસફર’માં હંમેશા ક્રિએટિવિટી, ક્યુરિયોસિટી અને પ્રોડક્ટિવિટી વધારવા પર ફોકસ કરવામાં આવે છે અને એના જ અનુસંધાનમાં આ અંકમાં જે યૂઝફૂલ વેબસર્વિસ ટ્રેલોની વાત કરી છે એને અમલમાં મૂકવાની તમને ખાસ ભલામણ છે.

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here