જો તમે શેરબજારમાં આઇપીઓમાં રોકાણ કરતા હો તો તમને ખ્યાલ શકે કે તે માટે આપણે ‘એપ્લિકેશન્સ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ – એએસબીએ – અસ્બા’ પદ્ધતિનો લાભ લઈ શકીએ છીએ. એટલે, કે ઓપન આઇપીઓમાં રોકાણ માટે આપણે નિશ્ચિત રકમ નક્કી કરીએ ત્યારે અસ્બાને કારણે રકમ આપણા બેન્ક એકાઉન્ટમાં બ્લોક થાય છે, આઇપીઓને જાણ થાય છે કે રોકાણ માટે પૂરતી રકમ આપણા ખાતામાં છે, પરંતુ તરત ને તરત રકમ ટ્રાન્સફર થતી નથી. જો આપણને આઇપીઓમાં શેર લાગે તો જ રકમ ખાતામાંથી ટ્રાન્સફર થાય, નહીંતર, બ્લોક થયેલી રકમ અનબ્લોક થાય અને એ રકમનો આપણે ગમે તે ઉપયોગ કરી શકીએ.