એઆઇનો જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે, પણ એઆઇ કંપનીઓ માટે એમાં ચર્ચા વધુ ને કમાણી ઓછી છે. એ કારણે એઆઇ કંપનીઓ રઘવાઈ બની છે.
પાછલાં બે-ચાર વર્ષમાં ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષો જૂની આદતમાં ઘણો બદલાવ આવી ગયો છે. અત્યાર સુધી આપણે બધું ગૂગલને જ પૂછતા હતા. પછી એ ઢગલામોઢે વેબપેજિસ તરફ આંગળી ચીંધે અને આપણે તેમાં જોઇતા જવાબ શોધવા જતા.