વર્ષોથી આપણને જે રીતે ‘ગૂગલિંગ’ કરવાની આદત પડી છે, તેમાં હવે ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે – એઆઇને કારણે.
હમણાં, એટલે કે માર્ચ ૨૦૨૫માં, ‘સાયબરસફર’ની કવરસ્ટોરીમાં આપણે વાત કરી હતી કે આખરે ગૂગલ સર્ચનો સમય પૂરો થવામાં છે, કમ સે કમ, ગૂગલ સર્ચને આપણે વર્ષોથી જે સ્વરૂપે જાણીએ છીએ એ સ્વરૂપ બહુ લાંબું ટકે તેવું લાગતું નથી.