આપણા સ્માર્ટફોન કે આઇપેડનું લોકેશન મેપ પર શોધી શકાય, એ જ રીતે જુદી જુદી ઘણી ચીજવસ્તુ સતત આપણી ‘નજર’માં રાખી શકાય છે
આપણે પર્સનલ કે બિઝનેસ ટુર પર અમદાવાદથી બેંગલુરુ જઈ રહ્યા હોઈએ, પોતાની હેન્ડબેગ પાસે રાખી હોય પણ બીજી બેગ્સ ચેક-ઇન સમયે જમા કરાવી દીધી હોય. બેંગલુરુ એરપોર્ટ પર ઉતરીને લગેજ કલેક્શન પોઇન્ટ પાસે પહોંચીએ ત્યારે બેમાંથી એક બેગ આવી પહોંચે, પણ બીજી બેગની આપણે રાહ જોતા રહીએ! આવી સ્થિતિમાં બે શક્યતા હોય, લગભગ એકસરખી લાગતી બેગને પોતાની સમજીએ બીજા કોઈ પેસેન્જરે અજાણતાં ઉઠાવી લીધી હોય, અથવા એરપોર્ટની સિસ્ટમમાં ગરબડ થઈ હોય અને આપણી બીજી બેગ આપણી સાથે બેંગલુરુમાં ઊતરી જ નહોય!