સ્માર્ટફોન – હાથમાં નહીં, હવે પહોંચે છે આંખ પર

By Himanshu Kikani

3

ગુજરાતી એક્ટર પરેશ રાવલને ચમકાવતી મૂવી ‘ઓહ માય ગોડ!’ને પેલો ડાયલોગ યાદ છે? ‘‘વૈસે ભી કાફી સાલોં સે માર્કેટ મેં નયા ભગવાન નહીં આયા હૈ…!’’

કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની બાબતે લગભગ એવી જ સ્થિતિ હતી. કમ્પ્યૂટર પોતે જ બહુ જૂનાં, એ પછી ૧૯૭૪માં પર્સનલ કમ્પ્યૂટર આવ્યાં. પછી   લેપટોપ આવ્યાં અને પીસીના દેખાવ જરાતરા બદલાયા, પણ મૂળ વાત એની એ.

એમ ટેલિફોન પોતે બહુ જૂના. પછી ૧૯૭૩માં મોબાઇલ ફોન આવ્યા, પછી ૧૯૯૪ના અરસામાં સ્માર્ટફોન આવ્યા. એમાં વળી ફ્લિપફોન ને ફોલ્ડિંગ ફોન વગેરે આવ્યા, પણ  વાતચીત કરવાની મૂળ રીત એની એ.

આ બધી કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના હાર્ડવેરની વાત થઈ. સામે પક્ષે કમ્પ્યૂટરમાંના પ્રોગ્રામ અને ઇન્ટરનેટ આવતાં વિવિધ પ્રકારની વેબ સર્વિસ બાબતે ખાસ્સી પ્રગતિ થઈ અને આપણને અનેક પ્રકારની સુવિધાઓ મળી.

એમાંય ત્રણેક વર્ષ પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટબોટના આગમન સાથે સોફ્ટવેરમાં ધમાકા સાથે ‘નવા ભગવાન’ની એન્ટ્રી થઈ.

હાર્ડવેરમાં કમ્પ્યૂટર અને મોબાઇલ બંને ‘ભગવાન’ જૂના થઈ ગયા છે. વચ્ચે સ્માર્ટવોચે અને રિસ્ટ બેન્ડે થોડી હલચલ મચાવી. દરમિયાન સ્માર્ટરિંગે પણ પોતાની હાજરી નોંધાવવાની કોશિશ કરી, પણ એના અત્યંત નાના કદને કારણે એની ખાસ ઉપયોગિતા ઊભી થઈ નથી.

હવે લાગે છે કે સોફ્ટવેર આધારિત હાર્ડવેરમાં એક ‘નવા ભગવાન’ની એન્ટ્રી થઈ રહી છે!

સ્માર્ટ ગ્લાસિસ! ગૂગલે એક-દોઢ દાયકા પહેલાં, સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યા હતા ત્યારે એ સમયથી ઘણા આગળ હતા. ત્યારે પ્રાઇવસીની બાબતો આજના જેવી ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ નહોતી અને બીજા પણ અવરોધો હતા, આથી ગૂગલે એ પ્રોજેક્ટ સમેટી લીધો.

વચ્ચે ફેસબુકના માર્ક ઝકરબર્ગે ‘મેટાવર્સ’ના નામે ઘણી ગાજવીજ કરી, પણ એમાં સફળતા ન મળતાં, તેમણે મેટાવર્સના એક નાના ફાંટા જેવા સ્માર્ટ ગ્લાસિસ વિક્સાવ્યા. એપલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપની એઆર, વીઆર, મિક્સ્ડઆર, એક્સઆર વગેરે વિવિધ પ્રકારની રિયાલિટી શક્ય બનાવતાં હાર્ડવેર વિક્સાવ્યાં છે, પણ મેટાના સ્માર્ટગ્લાસ કન્સેપ્ટની રીતે એકદમ સિમ્પલ છે, છતાં – કદાચ એ જ કારણે – એ હિટ જવાની પૂરી શક્યતા છે. તેમાં કેમેરા છે, સ્પીકર છે અને તેને સ્માર્ટફોન સાથે પેર કરી, સીધા જ ઇન્ટરનેટ પર કનેક્ટ થઈ શકાય છે, બસ!

સમય સાથે ચાલીને મેટા કંપની તેમાં એઆઇ આધારિત ‘લાઇવ ટ્રાન્સલેશન’ જેવાં નવાં ફીચર્સ ઉમેરી રહી છે, પણ ઉપયોગમાં બિલકુલ સરળતા અકબંધ રાખીને. તમે ચશ્માને ફોન સાથે કનેક્ટ કરો, આંખ પર ચઢાવો અને ચાહો ત્યારે લોકો સાથે વાત કરો, ફોટો-વીડિયો કેપ્ચર કરો, ઇન્સ્ટાગ્રામ પર લાઇવસ્ટ્રીમ કરો… જેન-ઝીને આ જ તો જોઈએ છે (પ્રાઇવસી જાય તેલ લેવા!).

મેટાના સ્માર્ટ ગ્લાસિસ ઓફિશિયલી ભારતમાં લોન્ચ થઈ રહ્યા છે અને અમુક ભારતીય બ્રાન્ડે પણ કેમેરા વિનાની પણ સ્પીકર સાથેની ફ્રેમ લોન્ચ કરી છે, જે મલ્ટિ-ટાસ્કર્સને ખરેખર ઉપયોગી થાય તેમ છે. આપણી ચોતરફ બદલાઈ રહેલી દુનિયાને આ નવી રીતે પણ જોઈએ!

– હિમાંશુ

(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop