નાણાકીય રોકાણમાં ખોટી વ્યક્તિ કે કંપનીને પારખવાનું સહેલું બનાવતી આવકારદાયક પહેલ.

મોટા ભાગના ઓનલાઇન મની ફ્રોડ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છેઃ
- છેતરપિંડી કરનારાની ચાલાકી
- આપણી જાણકારીનો અભાવ કે બેકાળજી, ગફલત
- મૂળ એપ કે વ્યવસ્થામાં ખામી કે ચૂક
આમાંથી પહેલાં બે કારણો ઘણે અંશે આપણા અંકુશમાં છે. આપણે છેતરપિંડી કરનારા લોકોની વિવિધ પ્રકારની તરકીબોથી માહિતગાર રહીએ અને પોતે સજાગ રહીએ તો ઓનલાઇન ફ્રોડમાં ફસાતાં બચી શકીએ.