આગળ જોયું તેમ, ફેક વીડિયોની રેન્જ બહુ મોટી છે. તેમાં ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, બોલીવુડ સ્ટાર્સ, રિઝર્વ બેન્કના ગવર્નર, મોટા બિઝનેસમેન વગેરે સૌ કોઈ ડીપફેક વીડિયોનો ભોગ બની ચૂક્યા છે. એટલું ઓછું હોય તેમ, ભલે અલગ રીતે, પણ ઼િડજિટલ એરેસ્ટના એક કિસ્સામાં દેશના મુખ્ય ન્યાયાધીશને પણ ભરી અદાલતમાંથી સીધા ‘આરોપી’ સાથે વીડિયો કોલ પર વાત કરતા દર્શાવવામાં આવ્યા હતા!