આપણા રોજિંદા કામકાજમાં નવી નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમ છતાં આપણા કામકાજની કેટલીક જૂની પદ્ધતિઓ હજી પણ ઠીક ઠીક ટકી રહી છે.
જેમ કે વિઝિટિંગ કાર્ડ. આપણે કોઈ કોન્ફરન્સમાં જઇએ કે બીજે ગમે ત્યાં કોઈ બિઝનેસ કોન્ટેક્ટનો ભેટો થઈ જાય ત્યારે હજી પણ આપણે અરસપરસ ફિઝિકલ વિઝિટિંગ કાર્ડની આપલે કરીએ છીએ.