હવે આપણે સૌ પોતપોતાના ડિવાઇસમાં પોતપોતાના ઇન્ટરનેટ કનેકશનનો બહુ સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. સ્માર્ટફોન હોય તો દરેક વ્યક્તિ પાસે તેમાં મોબાઇલ ડેટા કનેક્ટિવિટી હોય અને મોટા ભાગે તેમાં અનલિમિટેડ કહી શકાય તેવો ડેટા પ્લાન હોય.
આપણે લેપટોપમાં કામ કરતા હોઇએ ત્યારે ઘરમાં કે પોતાની ઓફિસમાં વાઇ-ફાઇની સગવડ મળી રહે. એ ન હોય ત્યારે પોતાના મોબાઇલને હોટસ્પોટ બનાવીને આપણે તેમાંથી પણ ઇન્ટરનેટ કનેકશન મેળવી શકીએ.