એપ્રિલ ૧૨ના દિવસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા લગભગ પાંચેક કલાક સુધી ખોરવાઈ ગઈ. એ પછી અને પહેલાં પણ, એવું બન્યું હતું.
નાની-મોટી રકમની લેવડદેવડ યુપીઆઇથી કરવા ટેવાયેલા ઘણા લોકોમાં હવે ખિસ્સામાં પૂરતી રોકડ રકમ રાખવાની આદત છૂટી ગઈ છે. ગૂગલપે, ફોનપે, પેટીએમ વગેરે સહિત બધી યુપીઆઇ એપ અટકી પડતાં તેના આશરે જીવતા લોકોનું કામકાજ પણ અટકી પડ્યું! ખાસ કરીને મોટા મોલ્સમાં અઢળક ચીજવસ્તુઓ ખરીદ્યા પછી લોકો પેમેન્ટ કાઉન્ટર પર યુપીઆઇથી પેમેન્ટ ન કરી શક્યા.