યુપીઆઇ વ્યવસ્થા પોતે સલામત છે, પણ આપણી બેકાળજી કે ગફલતને કારણે ફ્રોડ કરનારનું કામ સહેલું બને છે.
આપણે પેટ્રોલ પંપ કે પાર્કિંગ પ્લોટ જેવી કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે ઘણી વાર પેમેન્ટ સ્વીકારતી વ્યક્તિ એક ક્યૂઆર કોડ દર્શાવતું ‘પોઇન્ટ ઓફ સેલ’ ડિવાઇસ બતાવતી હોય છે. મોટા ભાગે તેમાં આપણે ચૂકવવાની થતી નિશ્ચિત રકમનો જ ક્યૂઆર કોડ હોય. આપણે તેને પોતાની યુપીઆઇ એપથી સ્કેન કરીને એટલી રકમનું પેમેન્ટ કરી શકીએ.