કંપની ‘પાસવર્ડલેસ ફ્યૂચર’ તરફ આગળ વધી રહી છે, આથી તેની પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસ બંધ કરવામાં આવશે.
માઇક્રોસોફ્ટ કંપની તેની ઓથેન્ટિકેટર સર્વિસમાંનું ‘પાસવર્ડ મેનેજમેન્ટ’ ફીચર આવતા ઓગસ્ટ મહિનાથી બંધ કરી રહી છે. આટલું વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે – (૧) તમને કોઈ ફેર ન પડે કેમ કે કદાચ તમે માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેટર વિશે કશું જ જાણતા ન હો, અને (૨) તમારા પેટમાં ફાળ પડે કેમ કે તમે પોતાના ઘણા બધા ઓનલાઇન એકાઉન્ટના પાસવર્ડ માઇક્રોસોફ્ટની આ સર્વિસમાં સેવ કર્યા હોય!