હવે આપણે સૌ ઘેર બેઠાં કે ઓફિસના એડ્રેસ પર ફૂડ ડિલિવરી એપ્સની મદદથી ફૂડ મંગાવી લેવાના આદતી થવા લાગ્યા છીએ.
જ્યારે પણ કંઈ પણ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ સ્માર્ટફોન હાથમાં લઇને ફેવરિટ ફૂડ ડિલિવરી એપ ઓપન કરી તેમાંથી આપણાં મનગમતાં રેસ્ટોરાંમાંથી મનગમતી વાનગીઓ ઓર્ડર કરી લેવાનું કામ બહુ સહેલું છે.