તમે ઘણી વાર જોયું હશે – સ્માર્ટફોનમાં આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે, એપ ગમે તે હોય, લગભગ તે આપણું લોકેશન જાણવા માટેની મંજૂરી માગે. ઘણી એપ માટે આવી જાણકારી જરૂરી હોય, તો કેટલીક એપ માટે બિલકુલ જરૂરી ન હોય. આવી મંજૂરી આપવા માટે થોડા સમય પહેલાં આપણી પાસે ફક્ત બે વિકલ્પ હતા. આપણે આવી મંજૂરી નકારીએ અથવા હા પાડીએ. જો હા પાડીએ તો એ એપ આપણું એક્ઝેટ લોકેશન જાણી શકે.