તમે તમારો પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કર્યો છે, જેની પ્રોડક્ટ્સ તમે ઓનલાઇન વેચતા હશો, તો તમે અચૂકપણે ‘શોપીફાય’ પ્લેટફોર્મના પરિચયમાં આવ્યા હશો. એમ ન હોય તો પણ, કસ્ટમર તરીકે તમે ક્યારેક ને ક્યારેક શોપીફાય પ્લેટફોર્મ પર બનેલી ઓનલાઇન શોપમાંથી ખરીદી કરી હશે.