
ભારતમાં અત્યારે એક વાતે ચર્ચા ચગાવી છે, ડાઇરેક્ટ-યુ-મોબાઇલ બ્રોડકાસ્ટિંગ.
સાયબરસફરમાં સામાન્ય રીતે આપણે રોજબરોજની જિંદગીમાં સીધેસીધી ઉપયોગી ટેક્નોલોજી વિશે વાતો કરીએ છીએ. ટેક્નોલોજીનાં એવાં પાસાંની વાત, જે આપણા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી કે શિક્ષકને મદદરૂપ થઈ શકે અને ઓફિસના કામકાજને જરા વધુ સ્માર્ટ બનાવી શકે.
એની સાથોસાથ, આપણા સૌની જીવતી-જાગતી, ધબકતી જિંદગીને સમાંતર જીવાતી ડિજિટલ લાઇફને થોડી વધુ આનંદભરી અને થોડી વધુ સલામત બનાવે એવી વાતો પણ આ મેગેઝિનમાં થતી રહે છે.