ઓછા ખર્ચે, બિઝનેસનો વધુ સારો ફેલાવો – સ્વાભાવિક છે કે આપણા સૌનું સ્વપ્ન આ જ હોય. આ સ્વપ્નને લક્ષ્યમાં ફેરવવું હોય તો એ માટે નિશ્ચિત રોડ મેપ તૈયાર કરીને તેના આગળ વધવું પડે.
અત્યારે આપણા દેશમાં ઓછા ખર્ચે બિઝનેસ પ્રમોશન માટે વોટ્સએપ બહુ અસરકારક રસ્તો છે. મેટા કંપની પણ આ જાણે છે એટલે તે વોટ્સએપના ફ્રી વર્ઝન ઉપરાંત, થોડી થોડી વધતી સુવિધાઓ સાથે પેઇડ વિકલ્પો આપી રહી છે.
એટલે ફક્ત અંગત ઉપયોગની વાત હોય તો આપણે વોટ્સએપને બદલે ‘અરાત્તાઇ’ અજમાવીએ તો ચાલે, પણ બિઝનેસ પ્રમોશન માટે હજી વોટ્સએપ પર ફોકસ રાખવું પડે તેમ છે.
સાથોસાથ, તમારા પર્સનલ કે પ્રોફેશનલ ઉપયોગ માટે ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવાં જ સોલ્યુશન શોધતા હો તો એ માટે અરાત્તાઇની સર્જક ઝોહોની અન્ય પ્રોડક્ટ્સ તરફ ખાસ નજર દોડાવવા જેવી છે. મેઇલ, ટુડુ-કેલેન્ડર, નોટકીપિંગ વગેરેથી લઈને વર્કડ્રાઇવ અને વર્કસ્પેસ જેવાં બધાં જ સોલ્યુશન આપણી આ સ્વદેશી કંપની આપવા લાગી છે.
લાંબા સમયથી તેની વિવિધ પ્રોડક્ટ્સના ઉપયોગ પછી હું ખાતરીબદ્ધ રીતે કહી શકું કે ગૂગલ-માઇક્રોસોફ્ટના આ સ્વદેશી વિકલ્પ કોઈ રીતે ઉતરતા નથી!
– હિમાંશુ
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)