ટાઇમલાઇન હવે સ્માર્ટફોનમાં જ સેવ થશે, પણ ઇચ્છીએ તો બેકઅપ લઈ શકાશે.

આગળ વાંચતાં પહેલાં, એટલું કહો કે ત્રણ દિવસ પહેલાં, તમે સાંજે સાડા સાત વાગ્યે ક્યાં હતા? એના ચાર કલાક પહેલાં ક્યાં હતા? તમે બે-પાંચ િદવસ પહેલાં, કોઈ મોલમાં ફરવા ગયા હતા, પણ એ દિવસ અને સમય ચોક્કસ કયાં હતાં, એ તમે કહી શકો? આવા સવાલો સામાન્ય રીતે આપણને થતા નથી. એટલે એના જવાબો ચોક્કસપણે યાદ ન હોય તો ચાલે. પણ આ જ સવાલો ગર્લફ્રેન્ડ, પત્ની કે પોલીસ (જેવી જેની ધાક!) પૂછે તો? તો જવાબો આપતાં અને એ સાચા હોવાની સાબિતી આપતાં આપણને પરસેવો છૂટી જાય!