આપણા ડિવાઇસમાં માલવેર ઘૂસાડવા માટે હેકર જૂની ટ્રિકને હવે વધુ સ્માર્ટ બનાવી રહ્યા છે.
તમે કોઈ આર્ટિકલ વાંચવા માટે કે બીજું કંઈ જાણવા-જોવા માટે કોઈ વેબપેજ પર પહોંચ્યા, પરંતુ એ વેબપેજ ઓપન થવાને બદલે તમને એવી નોટિસ જોવા મળી કે એ કન્ટેન્ટ જોવા માટે તમારે પોતાનું બ્રાઉઝર અપડેટ કરવું પડશે. આપણને પેલું કન્ટેન્ટ જોવાની તાલાવેલી હોય તો આપણે ખાસ કશું વિચાર્યા વિના બ્રાઉઝર અપડેટ કરવા માટે આપેલા બટન પર ક્લિક કરી દઇએ.