
તમે તમારા સ્વાસ્થ્ય માટે એઆઇ પર ભરોસો કરશો? ઘણા લોકો કરવા લાગ્યા છે!
શીર્ષક પર બરાબર ધ્યાન આપજો – ‘લેશે’ નહીં, ‘લે છે’ લખ્યું છે, એટલે કે આ કોઈ ભવિષ્યની વાત નથી, વર્તમાનમાં જ, અત્યારે જ આ શરૂઆત થઈ ગઈ છે! વર્ષોના અનુભવી ડૉક્ટર્સ એક વાતે બહુ અકળામણ અનુભવતા હોય છે – તેમના દર્દીઓ તેમને કન્સલ્ટ કર્યા પછી તેમના નિદાન કે સારવારની સલાહ વિશે ગૂગલ કરે છે! ઘણા લોકોને ડૉક્ટરને મળતાં પહેલાં જ પોતાનાં લક્ષણો ગૂગલ કરી લેવાની આદત હોય છે, તો ઘણા લોકો જુદા જુદા રોગના ઇલાજ માટે વોટ્સએપ કે યુટ્યૂબ પર ફરતા નુસખા અજમાવતાં જરાય ખચકાતા નથી.