જ્યાં કેબલ કે સેલ ટાવર આધારિત ઇન્ટરનેટ પહોંચી શકતું નથી, ત્યાં સેટેલાઇટને કામે લગાડવામાં આવી રહ્યા છે.

આગળના લેખમાં આપણે ઇન્ટરનેટ, કેબલ અને સિમ કાર્ડની બાદબાકી કરીને રેડિયો કે ટીવીની જેમ મોબાઇલમાં કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરવાની મથામણ વિશે આપણે જાણ્યું.
પરંતુ એક તરફ ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક પરનો બોજો વધી રહ્યો હોવાનો પ્રોબ્લેમ છે, તો બીજી તરફ, દુનિયાના ઘણા ભાગોમાં હજી વિશ્વસનીય રીતે ઇન્ટરનેટ પહોંચી જ શકતું નથી! જેમ કે દરિયામાં તરતાં જહાજો કે દુર્ગમ પહાડો કે રણપ્રદેશો. કેમ કે ઇન્ટરનેટ કનેક્શન મોટા ભાગે કેબલ્સ અને સેલ ટાવર્સ આધારિત છે. તેના ઉપાય તરીકે, પૃથ્વીની ફરતે, પ્રમાણમાં નજીક રહે એ રીતે સેટેલાઇટ્સ તરતા મૂકીને તેમની મદદથી નેટ કનેક્ટિવિટી આપવાના પ્રયાસો પણ ચાલે છે.