આપણા સ્માર્ટ ટેગની મદદથી આપણે કોઈ પણ ચીજવસ્તુને સતત ટ્રેક કરી શકીએ છીએ, બરાબર એ જ રીતે – મૂવીની જેમ – કોઈ વ્યક્તિ આપણા કોટના ખિસ્સામાં પોતાનો ટેગ સરકાવી દે, તો એ પણ આપણી બધી મૂવમેન્ટ પોતાના ફોનના મેપ પર ટ્રેક કરી શકેને (હોલીવુડ-બોલીવુડની મૂવીઝ આ બાબતે સરખી જ છે!)? આવું ચોક્કસ શક્ય છે.