જે કંઈ નવું કરવાનું હોય, તે એક-સવા અબજ લોકો માટે!

By Himanshu Kikani

3

આપણા સૌની આ એક  આદત બની ગઈ છે – ક્રિકેટ ટીમ હોય કે સરકાર, એના પર્ફોર્મન્સ વિશે આપણો અભિપ્રાય સતત બદલાત રહેવું. ટીમ એક-બે મેચ હારે એટલે ગમે તેટલા સારા, વર્ષોના અનુભવી ક્રિકેટરને પણ ધોઈ નાખવા અને એક-બે મેચમાં સારાં પરિણામ મળે તો એ જ ટીમને માથે ચઢાવવાની. આંગળીના ટેરવે પેમેન્ટ કરવા મળે ત્યારે રાજી થવું, પણ યુપીઆઇ વ્યવસ્થા ક્યારેક ખોરવાય ત્યારે સરકાર પર વરસી પડવું!

સાચાં, યોગ્ય કારણો અનુસાર આપણા અભિપ્રાય બદલાય એમાં કશું ખોટું નથી, પણ કોઈ બાબતનાં કારણોમાં બિલકુલ ઊંડા ઊતર્યા વિના સાવ અધકચરો મત આપીએ એ ન ચાલે.

થોડાં વર્ષ પહેલાં, ભારત સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’ના નેજા હેઠળ જુદી જુદી પહેલ શરૂ કરી ત્યારે આપણે ઝડપથી પરિણામ ન દેખાય તો આકરા અિભપ્રાય આપતા હતા, પણ અત્યારે એ બધી પહેલને એક સાથે મૂકીને તપાસીએ તો સમજાય કે કામ તો થયું છે, સારાં પરિણામ પણ મળ્યાં છે – થોડું વહેલા-મોડું થયું હોઈ શકે, ક્યાંક કશુંક સદંતર ખોટું પણ થયું હોય, પણ આખું વ્યાપક ચિત્ર ચોક્કસપણે ઉજળું ઊભું થઈ રહ્યું છે.

‘઼ડિજિટલ ઇન્ડિયા’ હેઠળ આધાર,  જન-ધન-યોજના અને મોબાઇલની ટ્રિનિટનો ઉપયોગ, ઇ-ગવર્નન્સ, ઇ-હેલ્થ, ડિજિલોકર, ઉમંગ, ઇ-પાઠશાલા, સાયબસેફ્ટી માટેના વિવિધ પ્રયાસો વગેરે પહેલોનાં આપણને લાંબા ગાળાનાં પરિણામ મળશે એ નક્કી છે અને એના જ આધાર પર આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ શકીએ છીએ.

આવી કોઈ પણ પહેલ શરૂઆતમાં ધાર્યાં પરિણામ ન આપે ત્યારે આપણે ઉકળી ઉઠીએ, પણ ત્યારે એક મહત્ત્વનો મુદ્દો આપણે ભૂલી જઈએ છીએ – સરકાર આવી જે કોઈ પહેલ પર કામ શરૂ કરે ત્યારે તેણે ઓછામાં ઓછા એક અબજ યૂઝર્સને ધ્યાને લેવા પડે છે!

ચીનને બાજુએ રાખીએ તો બીજા કોઈ દેશે આટલા મોટા સ્કેલ પર કામ કરવાનું હોતું નથી.

આ બધી રામાયણ અત્યારે કરવાનું કારણ એટલું જ અત્યારે ડાઇરેક્ટ-ટુ-મોબાઇલ ટેક્નોલોજીના મામલે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેમાં ઇન્ટરનેટ ડેટા વધુમાં વધુ વીડિયો પાછળ ખર્ચાઈ રહ્યો છે. સરકાર ડાઇરેક્ટ-ટુ-મોબાઇલ ટેક્નોલોજીથી ઇન્ટરનેટ ડેટા પરનો ભાર ઘડાટવાની મથામણમાં છે. સાથોસાથ, સ્માર્ટફોન અને ફીચરફોન બંનેમાં આફતના સંજોગોમાં કે અન્ય જરૂરિયાતો સમયે, ઓછામાં ઓછા અવરોધ કે અવલંબન વિના એક સાથે વધુમાં વધુ (એક-સવા અબજથી વધુ!) લોકો સુધી મહત્ત્વના એલર્ટ કે જાણકારી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો પણ આશય છે.

બધી બાબતમાં બને છે તેમ, આ વિશે શરૂઆતમાં આપણને કદાચ પૂરતી માહિતી નહીં મળે, પ્રયાસો અધકચરા કે અપૂરતા હોવાનું પણ લાગશે, પરંતુ લાંબી મથામણ પછી તેનાં પરિણામો મળવાનું શરૂ થશે ત્યારે આપણે આપણા અભિપ્રાય બદલાવ પડશે!

 – હિમાંશુ

(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop