સ્માર્ટફોન હોય કે પીસી/લેપટોપ, તેમાંનો આપણો બધો જ ડેટા ક્લાઉડમાં સ્ટોર કરતા હોઈએ તો પણ, તેને વેચતાં પહેલાં કેટલાંક મહત્ત્વનાં પગલાં લેવાં જોઈએ.

નવું લેપટોપ ખરીદતી વખતે એક્સચેન્જમાં જૂના પીસી કે લેપટોપની સારી કિંમત મળી રહી છે? દેખીતું છે કે આપણે એ ડીલ કરવા લલચાઈ જઈએ. પરંતુ સ્માર્ટફોનની જેમ જ જૂના પીસી કે લેપટોપને એક્સચેન્જમાં દેતાં, કોઈને વેચતાં કે કોઈને આપી દેતાં પહેલાં તેમાંના આપણા ડેટાની સલામતી સુનિશ્ચિત કરવી બહુ જરૂરી છે. આવો જાણી તેનાં પગલાં.